પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજકોટ કાનાલુસ ડબલીંગ યોજનાનો શિલાન્યાસ અને જામનગર તેમજ બાંદ્રા ટર્મિનસ વચ્ચે નવી હમસફર એકસપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને ટ્રેનને રવાના ૪ માર્ચના રોજ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ ગ્રામીણ વિકાસ: મત્સ્ય ઉઘોગ અને પરીવહન મંત્રી આર.સી. ફળદુ, હસમુખભાઇ જેઠવા, પુનમબેન માડમ સહીતના અન્ય મહાનુભાવો પણ ઉ૫સ્થિત રહ્યા હતા. પશ્ચીમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી દ્વારા ૧૧૧.૨૦ કી.મી. લાંબા રાજકોટ-કાનાલુસના શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેનો લાભ યાત્રિકોને મળશે અને સાથે ટ્રેનોને સમયસર પહોચાડવાની ક્ષમતામાં પણ વધારો થશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું
- કોમી એકતા જોખમાઇ તેવુ કૃત્ય કરનાર ઇસમને ગણતરીનાં કલાકમાં પકડી પાડતી લિંબાયત પોલીસ
- કોલ્ડપ્લેની કોન્સર્ટ ટિકિટો મિનિટોમાં વેચાતાં, બ્રિટિશ બેન્ડે ચાહકો માટે કરી મોટી જાહેરાત
- Suratમાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, હોટલમાંથી કરાઈ એક શખ્સની ધરપકડ