વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા કાર્યકાળમાં આજે બીજી વાર મન કી વાત કરી. પીએમે મન કી બાત માટે હંમશાની જેમ આ વખતે પણ સૂચનો મંગાવ્યા હતા. વડાપ્રધાન મોદીનો આ 55મો રેડિયો કાર્યક્રમ છે જેના દ્વારા તેઓએ દેશવાસીઓને સંબોધિત કર્યા.
આ પહેલા ફરી સત્તામાં આવ્યા બાદના પહેલા મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ જળ સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ જળ સંરક્ષણ માટે દરેકના સહયોગની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યુ કે, જળસંચય માટે લોકોને જાગૃત કરવાની જરૂર છે. પીએમ મોદીએ ચંદ્રયાન- 2 અંગે જણાવ્યુ હતુ કે, અવકાશમાં ભારતની તાકાતમાં વધારો થયો.