કેન્દ્રીય બજેટ ૨૦૧૯ સંદર્ભે પ્રતિભાવ આપતા પ્રો. કમલેશ જોશીપુરાએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને લેખાનુદાનની ચીલાચાલુ વ્યવસ્થાને બાજુએ મૂકી બંધારણીય દ્રષ્ટીથી પ્રાપ્ત એવા વચગાળાના બજેટનો માર્ગ પસંદ કરી શ્રેણીબધ્ધ પ્રજાલક્ષી અને કલ્યાણકારી નિર્ણયો જાહેર કર્યા છે. તે તેમની રાજકીય ઈચ્છાશકિત અને કુનેહના દર્શન કરાવનારી છે.
પ્રો. કમલેશ જોશીપૂરાએ જણાવ્યું છે કે, કૃષિ શ્રમિક,ગરીબ અને મધ્યમવર્ગ તેમજ ગ્રામજનોને કેન્દ્રમાં રાખી અને વાસ્તવદર્શી અંદાજપત્રીય નિર્ણયો લીધો છે તે ખૂબજ આવકારદાયક છે. શ્રમિક અને સવિશેષ રીતે અસંગઠીત ક્ષેત્રનાં કામદારો માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દ્વારા નિશ્ચિત રૂ.૩૦૦૦ પેન્શનની યોજના ખૂબજ આવકારદાયક છે. કારણ કે દેશના ૯૨ ટકા જેટલી શ્રમશકિતનો હિસ્સો અસંગઠીત તથા અનૌપચારિક ક્ષેત્રનો બનેલો છે. આજ રીતે ગ્રેચ્યુએટીની મર્યાદા ૧૦ લાખમાંથી ૨૦ લાખ કરવામાં આવી છે. તે ખરેખર અભિનંદનને પાત્ર છે. સમગ્ર રીતે દેશના અસંગઠીત શ્રમિક ક્ષેત્રને માટે ખૂબજ મોટો લાભ થનાર છે.
જોશીપૂરાએ ઉમેયુર્ં છે કે, જો માત્ર લેખાનુદાનનો રસ્તો પસંદ કરવામાં આવેલ હતો તો બંધારણીય જોગવાઈ મુજબ માત્ર ખર્ચ વિષયક અંદાજપત્ર જ રજૂ કરી શકાય છે. પરંતુ રાજકીય ઈચ્છાશકિત અને જબરદસ્ત કુનેહ બતાવી અને પ્રજાને લાભ થાય તેવા લોકપ્રિય પગલા લઈ શકાય તે પ્રકારે વચગાળાનું બજેટ રજૂ કરી અને એક પ્રકારે વિજયનો વિશ્વાસ વ્યકત થયા વગ રહેતો નથી.