“મહાત્મા ગાંધી જયંતિ તથા આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત
ગુજરાત બટાલિયન ગૃપ દ્વારા 42 કિલો, સરોજીની નાયડુ સ્કૂલ દ્વારા 32 કિલો અને શ્રેષ્ઠ રાઠોડ દ્વારા 14 કિલો કચરો એકઠો કરાયો
મહાત્મા ગાંધી જયંતી તથા આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “ક્લીન ઇન્ડિયા” અભિયાન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન કાર્યક્રમ મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ પ્રસંગે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, ચેતનભાઈ સુરેજા, ડે.કમિશનર આશિષ કુમાર, ચેતન નંદાણી, એ.કે.સિંઘ, રાજકોટ સાયક્લો ક્લબમાંથી રાજકોટ સાઈકલ ક્લબના પ્રમુખ દિવ્યેશભાઈ જસાણી, ફાઉન્ડર દિવ્યેશ અઘેરા, સેક્રેટરી ઉર્વીશ સીલંકી, અને રાજકોટ રેન્ડોનીયર્સના વિજયભાઈ દોંગા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના રિજ્યોનલ મેનેજર કે. પાર્થ સારથી નાયડુ, તથા ટીમે શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે પ્લોગીંગ રન, સાઈકલોથોન અને વોકેથોન યોજાયો. જેમાં પદાધિકારીઓ તથા કોર્પોરેટરો, અધિકારીઓ, કર્મચારીઓ અને આ ત્રણેય ઇવેન્ટમાં ભાગ લેનાર શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
સાઈકલોથોનમાં સૌથી વધુ તેમજ વોકેથોનમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો તેમજ પ્લોગીંગ રનમાં 200 થી વધુ લોકોએ ભાગ લીધેલ હતો.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ જણાવેલ છે કે, સ્વચ્છ શહેર બનાવા તંત્રની સાથે લોકોનો સહકાર મળે તો ખુબજ સારું પરિણામ મળે શહેરીજનોએ જ્યાં ત્યાં કચરો ફેંકી ગંદકી ન કરે તેવી અપીલ કરી છે.
આ અવસરે ઉપસ્થિત સૌમહાનુભાવો દ્વારા સ્વચ્છતાના સપથ લીધા તેમજ સાઈકલોથોન અને વોકેથોનને ફ્લેગ આપવામાં આવેલ હતો. પ્લોગીંગ રન દ્વારા ભાગ લેનાર પાર્ટીસીપેન્ટ દ્વારા દોડીને કચરો એકઠો કરવામાં આવેલ હતો. આ ઇવેન્ટમાં પ્રથમ આવનાર ધી ગુજરાત બટાલિયન ગૃપ દ્વારા 42 કિલો, બીજા ક્રમની સરોજીની નાયડુ સ્કૂલ દ્વારા 32 કિલો અને ત્રીજા ક્રમના શ્રેયશ રાઠોડ દ્વારા 14 કિલો કચરો એકઠો કરવામાં આવેલ. તેઓને મહાનુભાવોના હસ્તે ગીફ્ટ વાઉચર આપવામાં આવ્યા હતાં. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદુષણ ઘટે તથા ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે સાયકલ શેરિંગ પ્રોજેક્ટ અમલમાં મુકલ છે તેમજ સાયકલ ખરીદનારને સબસીડી આપવામાં આવે છે.
રોટરી ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા રાજકોટ સાયકલ ક્લબ અને રાજકોટ મહાનગરપાલિકાના સયુંકત ઉપક્રમે વર્ચ્યુઅલ સાયકલોથોન યોજવામાં આવેલ આ સાયકલોથોનમાં 22 થી વધુ દેશો માંથી 14 હાજરથી વધુ લોકોએ ભાગ લીધેલ. આ યુનિટના કારણે વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી થયેલ અને તેમનું સર્ટીફ્રીકેટ આપવામાં આવેલ. આજ રોજ સાયકલ ક્લબના નિકેતા માટલીયા, નીતા મોટલા, પ્રશાંત કક્કડ તથા પ્રતિક સોનેજી દ્વારા મેયર ડો.પ્રદિપ ડવને અર્પણ કરેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને ક્લીન ઇન્ડિયા અનુસંધાને ચાલુ માસમાં જુદી જુદી સામજિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સ્પોર્ટસમેન, ઔદ્યોગીક સંસ્થા વીગેરેને જોડી સફાઈ અભિયાન ચાલવામાં આવશે.
ગાંધીજીના સંદેશા પ્રમાણે આપણુ શહેર પણ સ્વચ્છ રહે : મેયર ડો.પ્રદિપ ડવ
સ્વચ્છ શહેર બને એના માટે તમામ લોકો સાથે જોડાઇને એક જનઆંદોલન તરીકે આ પહેલને ઘરે ઘર સુધી પહોંચે એ માટે થઇને આજે ગાંધીજયંતિના દિવસ નિમિતે સામાજીક સંસ્થાઓને સાથે રાખીને એક સમાજમાં ખૂબ સારો મેસેજ જાય. આજે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે કે આઇવેન્ટમાં પાર્ટીસિપેન્ટો છે કે આ ઇવેન્ટ દરમિયાન એ જોગીંગ દરમિયાન વધુમાં વધુ જે કચરો કરશે એમને રેંક આપવામાં આવશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. આજે રાષ્ટ્રનાં 2 મહાનાયક મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે. એમના જીવનમાંથી અનેક પ્રકારની પ્રેરણાઓ લઇને સમગ્ર દેશ આગળ વધે મહાત્મા ગાંધીને બતાવેલા રસ્તા પર ચાલીને આજે દેશ પ્રભારી નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છ ભારત સ્વચ્છતાને નમ્ર અપીલ કરે છે. આપણે આપણ દેશને સ્વચ્છ બનાવીએ અને સ્વસ્થ બનાવીએ એવી મારી વિનંતી છે. જેમ નરેન્દ્રભાઇ જે રીતે આ દેશને ગૌરવ આપે છે. મહાત્મા ગાંધીના સ્વપ્નને સાકાર કરવા જઇ રહ્યા છે.એમનાં પગલાંને આવકારીને એના પગલે આપણે ચાલીએ.
ભાજપ દ્વારા મહાન રાષ્ટ્રપુરૂષને પુષ્પાંજલી: કમલેશ મિરાણી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 152મી જન્મજયંતિ નિમિતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દર વખતની જેમ એક મહાન રાષ્ટ્ર પુરૂષને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ થતો હોય છે ત્યારે શહેર ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને જ્યુબેલી ચોક ખાતે આજે સૌ મેયર, સાંસદ અને ભાજપના આગેવાનો દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ગાંધીજીના બાળપણથી લઇ અને અત્યાર સુધીની તમામ ચાખી ગાંધી મ્યુઝિયમમાં પણ છે અને કબા ગાંધીનો ડેલો રાજકોટમાં છે ત્યારે રાજકોટની પ્રજા માટે આ ગૌરવની વાત છે.
સ્વચ્છતાની પ્રવૃતિઓને વધુ ઉજાગર કરવામાં આવશે: મ્યુનિ. કમિશનર અમીત અરોરા
ક્લીન ઈન્ડિયા મિશનની ઉજવણી આપણે આજે શરૂ કરી રહ્યાં છીએ. એમાં એક માત્ર 31 ઓકટોબર સુધી સરકારે જુદી જુદી એક્ટિવીટીસનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એમાં આપણે સામાજીક સંસ્થા સાથે સરકારી કચેરીઓ સાથે સોશિયલ ગ્રુપ સાથે વિવિધ લોકોને સ્વચ્છતાનો એક મેસેજ જોઈ લોકો એમાં જોડાઈ વિવિધ સ્વચ્છતાની એક્ટિવીટીસને માણે એ આશ્રયથી મહાનગર પાલિકા દ્વારા આખા મહિનાનું કેલેન્ડર પ્લાન કરવામાં આવ્યું છે. ઈવેન્ટને ખુબ સારો પ્રતિસાદ લોકો તરફથી મળી રહ્યો છે.
ગાંધીજીના વિચારોનો ફેલાવો કરવાના પ્રયત્ન કરીશુ: ભાગ્યેશ વોરા
છેલ્લા 17 વર્ષથી ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા સમગ્ર ભારતભરની એક માત્ર ગાંધી વિચાર યાત્રા છે. જેમાં ગાંધીજીનાં જીવન આધારિત જીવન રાજકોટનાં રાજકોટના રાજમાર્ગો પર ફરીને ગાંધી વિચાર લઈ આવે છે પરંતુ હાલ કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરતા અને અમે દર વર્ષે ગાંધી વિચાર યાત્રા મોકુફ રાખી વિદ્યાર્થી દ્વારા ગાંધીજી વિચારનો મેસેજ આપવાનો પ્રયાસ થાય છે.