જામનગરમાં વર્ષ દરમિયાન અનેક વિદેશી પ્રવાસીઓ આવે છે અને ધાર્મિક સ્થળો, આપણી સંસ્કૃતિ અને રીતીરીવાજો જોવા માટે આવતા હોય છે. ત્યારે જામનગરમા સ્મશાન નજીક આવેલા વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ વિદેશી મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ ધંધામાં કમાણી તો દુરની વાત રહી ખર્ચના પણ ન નીકળતા હોય તેવી દશા થઈ છે.
માંડ 25 ટકા ધંધો બચ્યો છે: વેપારીઓ
મોલ કલચર અને દર્શનાથીની સંખ્યા ઘટતા હાલ કમાણી સામાન્ય થઈ છે.વેપારી મુસ્તુફા અઝગર અલી અત્તરવાલાએ જણાવ્યું કે અમેં છેલ્લા 42 વર્ષથી સ્મશાન પાસે વેપાર કરી રહ્યા છે. પહેલા કરતા ઘરાકીમાં મોટા પાયે ફટકો પડયો છે. જામનગરના વેપારીએ જણાવ્યું કે અગાઉ હિન્દૂ સ્મશાન જોવા માટે ટુરિસ્ટ આવતા હોવાથી તે લોકો સુરમો, અત્તર, કાજળ લય જતા.
એટલું જ નહીં ઓર્ડર પણ હતા. જે હાલ ઘટી ગયા છે. પહેલા 20 થી વધુ બસો આવતી પરંતુ હવે પ્રવાસીઓની હવે માત્ર 1 થી 2 જ બસો આવે છે. જેથી અગાઉની સરખામણીએ અમારો વેપાર માત્ર 25 ટકા જ રહ્યો છે. અગાઉ અમારે સવારે આવ્યે ત્યારથી જ ગ્રાહકોની લાઈનો લાગતી હતી લોકો રાહ પણ જોતા હતા પરંતુ હવે અમે ગ્રાહકોની કાગડોળે રાહ જોઈએ છીએ.
જ્યોતિષશાસ્ત્રમાં કાજલ અને સુરમાનું મહત્વ
જ્યોતિષશાસ્ત્રમાં કાજલ અને સુરમાનો સબંધ શનિ, રાહુ અને કેતુના ગ્રહ સાથે માનવામા આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુને જાદુ ટોણા અને મતિભ્રમનો કારક માનવામાં આવે છે. જ્યોતિષમાં એવું કહેવામાં આવ્યું છે કે રાહુના ઉપાય તરીકે જાતકોએ કાજલ અથવા સુરમાનો ઉપયોગ કરવો જોઈએ.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી મંગળની દશા સારી નથી ચાલી રહી તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાની સાથે તમારી આંખોમાં સફેદ સુરમો લગાવો. આમ કરવાથી મંગળની સ્થિતિ ઠીક થઈ જશે અને જો તમારો મંગળ સાચો હશે તો શનિ, રાહુ અને કેતુના તમામ દોષ આપોઆપ સમાપ્ત થઈ જશે.