ગોંડલ નાં સ્વપ્નદ્રષ્ટા મહારાજા સર ભગવતસિહ ના સંભારણા સમી તાલુકા સ્કુલ ની બેનમુન ઇમારત માથી તસ્કરો બારી બારણા સહિત ની વસ્તુઓ ઉપાડી ગયા હોય અને ઇમારત ની હાલત બિસ્માર બની રહી હોય માધ્યમિક શિક્ષણ કમીટી ના ચેરમેન અર્પણાબેન આચાર્ય એ તાકીદે નગર પાલીકા ના કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા ને જાણ કરતા રાજેન્દ્રસિંહ જાડેજા દોડી આવ્યા હતા.અને ઐતિહાસિક ઇમારત ની અવદશા નિહાળી ચોંકી ઉઠ્યા હતા.તેમણે તાકીદે અહી ચોકીદાર ની વ્યવસ્થા કરવા કાર્યવાહી કરી હતી.
અંદાજે સો વર્ષ જુની તાલુકા સ્કુલ બિલ્ડીંગ કે જ્યાં મહીલા કોલેજ બેસતી હતી. તે આજે બંધ હાલત મા હોય અને કોઈ તત્વો દ્વારા તસ્કરી કરી ઇમારત નાં કિંમતી બારી બારણા સહિત લોખંડ ના દરવાજા ની તસ્કરી કરી હોય ઇમારત ખંડેર બનવા પામી છે.
દરમ્યાન આ અંગે પાલીકા સદસ્ય અને માધ્યમિક શિક્ષણ કમીટી ના ચેરમેન અર્પણાબેન આચાર્ય ને જાણ થતા તેમણે ઇમારત ની મુલાકાત લઈ કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા ને ઐતિહાસિક ધરોહર સમી આ ઇમારત ની દુર્દશા અંગે વાકેફ કર્યા હતા.રાજેન્દ્રસિંહ જાડેજાએ ચોકીદાર ની વ્યવસ્થા સાથે ઇમારત ની જાળવણી કરવા નક્કર આયોજન સાથે કાર્યવાહી હાથ ધરી છે.ઉપરાંત સો વર્ષ વધુ જુની ઇમારત ને હેરિટેઝ જાહેર કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીછે