સરકારના પ્રોત્સાહનથી મોબાઈલ ફોનના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો: PLI સ્કીમે અર્થતંત્રને નોંધપાત્ર ફાયદો કરાવ્યો
ભારત સરકારની ફેઝ્ડ મેન્યુફેક્ચરિંગ પ્રોગ્રામ અને પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ મોબાઇલ ઉદ્યોગ માટે ફાયદારૂપ સાબિત થઈ છે. ક્રેડિટ રેટિંગ ઇન્ફર્મેશન સર્વિસિસ ઑફ ઇન્ડિયા લિમિટેડ (ક્રિસિલ)ના નવા અહેવાલ મુજબ, સરકારે આ યોજનાઓ રજૂ કર્યા પછી ભારતમાં મોબાઇલ ફોનના ઉત્પાદનમાં તેજી આવી છે, દેશની આયાત અને ચીન પર નિર્ભરતામાં ઘટાડો થયો છે.
નાણાકીય વર્ષ 2016 અને 2021 વચ્ચે, ઘરેલુ મોબાઈલ ઉત્પાદન 2012 કરતાં 24-26% વધવાનો અંદાજ છે. હાલ ચીપની અછત હોવા છતાં, ત્રણ વૈશ્વિક ઉત્પાદકોએ નાણાકીય વર્ષ દરમિયાન PLI ઉત્પાદન લક્ષ્યાંકો પૂરા કર્યા છે, એમ અહેવાલમાં જણાવાયું છે.નાણાકીય વર્ષ 2022 અને 2024 વચ્ચે 22-26%ના સીએજીઆર સાથે મૂલ્યની દ્રષ્ટિએ ઉત્પાદન રૂ. 4થી 4.5 લાખ કરોડ સાથે વૃદ્ધિની ગતિ જાળવી રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય વર્ષ 2022 માં દેશની મોબાઇલ આયાત વાર્ષિક ધોરણે 33% સુધી ઘટી હતી. નાણાકીય વર્ષ 21 માં ચીન પર નિર્ભરતા 64% થી ઘટીને 60% થઈ અને મધ્યમ ગાળામાં વધુ ઘટવાની ધારણા છે. જો કે, ઉત્પાદનમાં વધારો થવા સાથે, મોબાઈલ એસેમ્બલિંગ/મેન્યુફેક્ચરિંગ માટે જરૂરી ઈલેક્ટ્રોનિક ઘટકોની આયાતમાં પણ વાર્ષિક ધોરણે 27%નો વધારો થયો છે,” તેવો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોટા પાયે ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમની જાહેરાત એપ્રિલ 2020માં કરવામાં આવી હતી. તે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને મોબાઇલ ફોન ઉત્પાદન અને એસેમ્બલી, પરીક્ષણ, માર્કિંગ અને પેકેજિંગ સહિત નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક ઘટકોમાં રોકાણ આકર્ષવા માટે ઉત્પાદન-લિંક્ડ પ્રોત્સાહનો પૂરા પાડે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ લેન્ડસ્કેપને વેગ આપવાનો અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક સ્તરે સ્થાપિત કરવાનો છે.
ઇડીએ મની લોન્ડરિંગ મામલે વિવો કંપનીના 44 ઠેકાણા ઉપર પાડ્યા દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચીનની લોકપ્રિય સ્માર્ટફોન નિર્માતા કંપની વિવો પર દરોડા પાડ્યા છે. એજન્સીએ દેશભરમાં લગભગ 44 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ તપાસ ચાઈનીઝ સ્માર્ટફોન મેકર વીવો અને તેની સંબંધિત કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે.આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે એજન્સી વિવો અને તેની સાથે જોડાયેલી કંપનીઓ સાથે જોડાયેલા 44 સ્થળો પર સર્ચ કરી રહી છે.
જો કે, હજુ સુધી કોઈ ચોક્કસ આરોપો સામે આવ્યા નથી. અહેવાલો સૂચવે છે કે ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ પીએમએલએના કથિત ઉલ્લંઘનને કારણે મામલો ઇડીને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કસીઓમી અને ઓપો જેવી અન્ય લોકપ્રિય ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડ્સ પણ ઇડીના દાયરામાં હતી.
હકીકતમાં, તપાસ દરમિયાન, ઇડીએ કસીઓમી ઇન્ડિયાના રૂ. 5,500 કરોડથી વધુના ખાતા સીલ કર્યા હતા. બાદમાં કોર્ટે ચાઈનીઝ બ્રાન્ડને રોજબરોજના કામકાજ માટે પૈસાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.