બે હજાર ખેડુતોનું વેઇટીંગ લીસ્ટ: દોઢ લાખ ગુણીની આવક થવાનો અંદાજ
રાજય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરતા ઉપલેટા યાર્ડમાં પુસ્કળ પ્રમાણમાં મગફળીનો જથ્થો ઠલવાઇ રહ્યો છે.
આ અંગે માહીતી આપતા યાર્ડના સેક્રેટરી રાજભાઇ ઘોડાસરાએ જણાવેલ કે ખેડુતો પાસેથી ટેકાના ભાવે રાજય સરકારના આદેશથી મગફળી ખરીદી કરવામાં આવે છે.
આ વર્ષે યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળી ઠલવાઇ રહી છે. અત્યાર સુધીમાં ૨૭ હજાર ગુણી મગફળીના ખરીદી થઇ ચુકી છે. હાલ માં બે હજાર ખેડુતોનું વેઇટીંગ લીસ્ટ છે. આ જોતા ૧.૫ લાખ ગુણીની આવક થવાનો અંદાજ છે. હાલ યાર્ડમાં મગફળીની ખરીદીની સુંદર વ્યવસ્થા યાર્ડના ચેરમેન માધવજીભાઇ પટેલ, વાઇસ ચેરમેન રાજાભાઇ સુવા, ડીરેકટર વિનુભાઇ ઘેટીયાની દેખરેખ નીચે ચાલી રહી છે.