કોરોનાની મહામારી વચ્ચે સરકારની અનેક ગાઈડ લાઈનો વચ્ચે વિદ્યાર્થીઓની સ્કૂલ ફી માફી અંગેનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે ત્યારે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ અને રાવતબાપા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સમર્પણ પ્રાથમિક અને માધ્યમિક શાળાના સંચાલક હરદેવભાઈ આહીરે વિદ્યાર્થીઓની ફી માફ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સ્કૂલમાં અભ્યાસ કરતા ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓની જૂન, જુલાઈ, ઓગસ્ટ સહિતની રૂપિયા ૧૭ લાખ જેટલી વિદ્યાર્થીઓની ફી માફ કરી છે. સમર્પણ સ્કૂલના સંચાલકોએ વિદ્યાર્થીઓની ફી માફ કરીને એક અનોખું ઉમદા ઉદારણ પુરુ તો પાડ્યું છે. તેમ છતાં કોરોનાકાળથી આજ દિવસ સુધીના અનલોકમાં પણ બંધ સ્કૂલની સાથે વિદ્યાર્થીઓને ઓનલાઈન જૂથ એપ્લીકેશન શિક્ષણ,લીથો મારફત લેખિત શિક્ષણ આપીને એક વિદ્યાર્થીઓની કેળવણીનું અનોખું ઉદારણ આપેલ છે.
ગોંડલ એટલે કેળવણી પ્રિય રાજવી મહારાજા સર ભગવતસિંહજીનું ગોંડલ રાજવીકાળમાં પણ સર મહારાજા સર ભગવતસિંહજીએ ફરજીયાત ક્ધયા કેળવણીનો અમલતો કરાવ્યો છે. ત્યારે વર્તમાન કોરોનાના કપરા સમયમાં દરેક લોકોની હાલત કફોડી થઈ જવા પામી છે. તેમ છતા ખાનગી સ્કૂલ સંચાલકોની ફી વસૂલવાની મનમાની વચ્ચે ગોંડલની સમર્પણ સ્કૂલે વિદ્યાર્થીઓની લાખોની કરેલ ફી માફીની સાથે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.