રાજકોટ સરદાર નગર ઉપાશ્રયે બીજા દિવસે પણ માનવ મહેરામણ ઉમટયું….

આવતી કાલથી ઉવસગહરં સાધના ભવન ખાતે પ્રવચન યોજાશે….

pujya gurudevshri namramuniઆજરોજ રાજકોટ શાલીભદ્ર સરદાર નગર ઉપાશ્રય ખાતે સવારના 7:15 થી 8:15 ના પ્રવચન દરમ્યાન રાષ્ટ્ર સંત પૂ.ગુરુ ભગવંત નમ્રમુનિ મ.સાહેબે પોતાના મનનીય પ્રવચનમાં ફરમાવ્યુ કે માત્ર જૈન ઉપાશ્રય કે દેરાસર જ નહીં પરંતુ કોઈપણ ધમૅ સ્થાનકમાં જાવ ત્યારે આપણા હ્રદયમાં તે ધમૅ સ્થાનક પ્રત્યે આદરભર્યુ એવમ્ સન્માનભર્યુ સ્થાન હોવું જોઈએ. વધુમાં પૂ.ગુરુદેવે જણાવ્યું કે ઉપાશ્રય વગેરે ધમૅ સ્થાનક એ પાવન એવમ્ પવિત્ર ભૂમિ કહેવાય છે કારણ કે અહીં અસંખ્ય આત્માઓએ પોતાની સાધના – આરાધના,તપ – જપ કરેલા હોયછે.ઉપાશ્રયના એક એક અણુ – પરમાણુમાં અલગ પોઝિટિવ ઓરા – વાઈબ્રેશન હોય છે.ધમૅ સ્થાનકની ચરણરજ મસ્તક ઉપર ચડાવવાથી ભાગ્યવાન બની જવાય છે.જગતમાં કરોડો લોકો વસવાટ કરે છે તે દરેક લોકો ધમૅ સ્થાનકમાં આવી શકતા નથી.તમો પૂણ્યવાન છો કે આયૅ ભૂમિ ઉપર ડગલુ ઉપાડો ને ધમૅ સ્થાનક મળે છે ત્યારે આવા પાવન,પવિત્ર અને પૂણ્ય ભૂમિ ઉપર પ્રવેશ કરો ત્યારે આપણા સૌના હાથ,હૈયું અને હોઠ પરમાત્મા સાથે જોડાયેલા હોવા જોઈએ. વિનયભાવથી તરબોળ થઈ જવું જોઈએ તો જ ધારેલા ધ્યેય ને પ્રાપ્ત કરી શકાય છે.
પુજ્જા જસ્સ પસીયંતિ,સંબુધ્ધા,પવ્વસંથુયા,
પસન્ના લાભઈસ્સન્તિ,વિઉલં અટ્ઠિયં સુયં.
(શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અ.1 ગાથા 46)
સુશિષ્યના વિનયાદિ ગુણથી પ્રસન્ન થઈ તત્વજ્ઞ પૂ.ગુરુદેવ શિષ્યોને વિસ્તૃત શ્રુતજ્ઞાનનો મહા લાભ આપે છે.
Namra Muni Swami
Namra Muni Swami
સરદાર નગર સંઘના પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવ્યું કે ગુરુ ભગવંતોના મંગલ પદાપૅણથી અમારો સંઘ ખરેખર પરમ ભાગ્યશાળી બન્યો છે.હે ગુરુવર્યો ! વારંવાર મહામૂલો લાભ આપી અમારા સંઘ ઉપર કૃપા વરસાવજો. બીજા દિવસે પણ 700 થી વધારે જિજ્ઞાસુઓએ શાતાકારી નવકારશીનો લાભ લીધેલ.
આવતી કાલે પૂ.ગુરુ ભગવંતો ઉવસગહરં સાધના ભવન 4,આફ્રિકા કોલોનીમાં પધારવાના ભાવ રાખે છે તેમ મનોજ ડેલીવાળાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.