કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ગુજરાત ફેર પ્રાઇસ એસો.ના હોદેદારો વચ્ચેની બેઠકમાં સમાધાનનો સેતુ રચાયો

આગામી ૨૮મી  મેના રોજ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી રાજય વ્યાપી હડતાલ મૌફુક રહી છે. રાજય સરકારના કેબીનેટ મંત્રી જયશે રાદડીયા અને સસ્તા અનાજની દુકાનદારો વચ્ચે બેઠકમાં સમાધાનનો સેતુ રચાતા હડતાલ મૌફુક રાખવાની જાહેર કરી છે.

ગુજરાત ફેર પ્રાઇસ એસો. દ્વારા રાજયના દુકાનદારોના હિતને લગતાં વિવિધ મુદ્દાઓને લઇને ગત ૮મી મેના રોજ રાજય સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ મુદ્દાઓ સંતોષાય નહીં તો તા. ૨૮ થી રાજયવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું. આ સંદર્ભે પુરવઠા મંત્રી જયેશ રાદડીયાની અઘ્યક્ષમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સહીત એસોસીએશન પ્રમુખ સહીત રાજયના વિવિધ વિસ્તારના એસોસીએશનના હોદ્ેદારો સાથે મહત્વની બેઠક બોલાવવામાં આવેલી હતી. આ બેઠકમાં એસોસીએશન દ્વારા દુકાનદારોના આર્થિક હિતો જળવાય રહે તે બાબતે ૧૩ જેટલા વિવિધ મુદ્દાઓની માંગણી રજુ થઇ હતી. મંત્રીએ તમામ માંગણીઓ ખુબ જ ઘ્યાનપૂર્વક સાંભળી હતી. તેમજ રાજયના ગરીબ અને મઘ્યમવર્ગના કાર્ડ ધારકોના હિતને ઘ્યાનમાં રાખી તા. ૩૦ જુન સુધીમાં તમામ કાર્ડધારકોને તેમના આધાર કાર્ડ સાથે સીડીંગ કરી પારદર્શક પુરવઠા તંત્રના નિર્માણમાં તેમજ આધારલીંક અપમાં આપણું રાજય ગુજરાત મોખરે રહે તે બાબત સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ ફેરપ્રાઇસ એસોસીએશનની માંગણી બાબતે અગાઉથી જ ઉચ્ચકક્ષાની સમીતીની રચના કરી હતી. જે ગુજરાતમાં પ્રથમવાર બન્યું હતું. સમીતી સમક્ષ એસોસીએશન પોતાની સમગ્ર રજુઆત કરી શકશે. તેમજ આ સમીતીના ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ ટેકનીકલ સ્ટાફ બહુ જ ટુંકાગાળામાં વ્યાજબી ભાવની દુકાનને પોષણધમ બનાવવા અગત્યના સુચનો આપશે. તેમજ રાજય સરકાર તાત્કાલીક અસરથી એસોસીએશનની કેટલીક માંગણીઓ જેવી કે, તમામ દુકાનદારોને વિમા સુરક્ષા, મા અમત્તમ કાર્ડ આપવા બાબત તથા અનાજની ઘટ જેવી માંગણીઓ બાબતે સત્વરે હકારાત્મક નિર્ણય લેશે. જે મુજબ અમલીકરણ કરી, રાજયના વ્યાજબી ભાવના દુકાનદારોના આર્થિક હિતોને ઘ્યાને રાખી દુકાનને પોષણક્ષમ બનાવવા માટે હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે. ગુજરાત ફેર પ્રાઇસ એસો.ના હોદેદારોએ સરકારના હકારાત્મક અભિગમને સહર્ષ સ્વીકારી તા. ૨૮મીની હડતાળ મોકુફ રાખવાની જાહેરાત કરી છે.

કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ આંદોલન મુદ્દે રાજયના દુકાનદારોના આર્થિક હિતો તેમજ રાજયની ગરીબ અને અને મઘ્યમવર્ગની જનતાને લક્ષમાં રાખી ખુબજ કુનેહપૂર્વક અને આયોજન બઘ્ધ મામલો થાળે પાડયો હતો. એસોસીએશન પ્રમુખ તથા હોદેદારોએ રાજયના રેશન કાર્ડ ધારકોના હિતને ઘ્યાનમાં રાખી હડતાળ મોકુફ રાખવાની જાહેરાતને મંત્રીએ અભિનંદન સાથે બિરદાવે હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.