લાભુભાઈ ખિમાણીયા અને નિતીનભાઈ ભારદ્વાજની મધ્યસ્થિ વિવાદ પર પૂર્ણ વિરામ આશિષ વાગડિયા અને આહિર સમાજના અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ મહાપાલિકામાં ગઈકાલે જનરલ બોર્ડની બેઠક બાદ મેયર ચેમ્બરમાં કોંગી કોર્પોરેટરો રજૂઆત કરવા માટે ગયા હતા. આ વેળાએ વોર્ડ નં.૧ના ભાજપના કોર્પોરેટર અને સેનીટેશન સમીતીના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ આહિર સમાજ વિશે અપમાનજનક ટીપ્પણી કરતા વિવાદ વંટોળ ફાટી નીકળ્યો હતો. દરમિયાન આજે આહિર અગ્રણી લાભુભાઈ ખિમાણીયા અને ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજની મધ્યસ્ િબાદ આશિષ વાગડિયાએ આહિર સમાજની માફી માગતા સુખદ સમાધાન ઈ ગયું છે.

આજે ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આહિર સમાજના અગ્રણી લાભુભાઈ ખિમાણીયા, ઘનશ્યામભાઈ હેરભા, કોર્પોરેટર વિજયભાઈ વાંક, પ્રભાતભાઈ ડાંગર, મુકેશભાઈ ચાવડા, કમલેશભાઈ કોઠીવાર, હિતેશભાઈ મઠીયા, હેમતભાઈ વિરડા, વિક્રમભાઈ ડાંગર, હરિભાઈ મંડ તા ભાજપના કોર્પોરેટર અને સેનીટેશન સમીતીના ચેરમેન આશિષભાઈ વાગડિયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે મહાપાલિકામાં જે ઘટના બની તે ખરેખર દુ:ખદ છે.

આશિષ વાગડિયાએ જણાવ્યું હતું કે, મેં આહિર સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરી ની છતાં કોઈને એવું લાગ્યું કે, મારા બોલવાી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું. આજે સવારે આહિર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયાની ઓફિસ ખાતે આહિર સમાજના આગેવાનો અને ભાજપના આગેવાન નીતિનભાઈ ભારદ્વાજ તા કોર્પોરેટર આશિષ વાગડિયા વચ્ચે એક બેઠક યોજાઈ હતી.

જેમાં આશિષ વાગડિયાએ ગઈકાલની ઘટના સંદર્ભે આહિર સમાજની માફી માગી લેતા વિવાદ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે.

આજે ‘અબતક’ની મુલાકાત દરમિયાન ભાજપના અગ્રણી તા આહિર સમાજના આગેવાનોએ તમામે એક સુરમાં એવું જણાવ્યું હતું કે, મહાપાલિકામાં મળતું જનરલ બોર્ડમાં ખરેખર પ્રજાના પ્રશ્ર્ન અંગે ચર્ચા વી જોઈએ, જે તી ની અને પ્રજાના કામ ખોરંભે ચડે છે.

કોંગી કોર્પોરેટરોએ એવું પણ જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં કોંગ્રેસ દ્વારા સુચવવામાં આવતા વિકાસના કામો તા ની, આવી રાગદ્વેષની નીતિ ખરેખર બંધ વી જોઈએ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.