સુરેન્દ્રનગર દૂધરેંજ નગરપાલિકા વોર્ડ નંબરના નાગરિકોને રસ્તા, પાણી અને ગટર ની પડતી સમસ્યાઓ ઘણા લાંબા સમયથી વણ ઉકેલ રહેતાં અને તંત્રના અનેક રજૂઆત કરતાં ઉકેલ ન આવતા આ વિસ્તાર ના જાગૃત નાગરિક કૃણાલ રાવલ તેમજ ઉમેશ શુકલે અને સ્થાનિક સદસ્ય પ્રવિણભાઇ ચૌહાણને સાથે રાખી તંત્ર સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
ગઈ કાલે પ્રથમ દિવસે ઉપવાસી છાવણીમાં ૧૦૦ થી વધુ નાગરિકો ઉમાટી પાડતા તંત્ર વાહકોની ઊંઘ ઉડી ગઈ હતી અને સમાધાન માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉપવાસી છાવણીમાં ઉપસ્થિત નાગરિકોએ કામ પૂરું થવા અંગે લેખિત ખાત્રીનો આગ્રહ રખાતા મડા ગાંઠ પડી હતી. આજે સુરેન્દ્રનગર ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપના સિનિયર પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાને આ આંદોલન ની જાણ થતાં તેવોએ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ ચિફ ઓફિસર સાથે રાખી ઉપવાસી છાવણીની મુલાકાત પહોંચી ગયા હતા. તેઓ ઉપવાસીઓ તેમજ નાગરિકો સાથે વાત ચિત કરી હતી. અને પ્રમુખની ચેમ્બરમાં મંત્રણા યોજાવાનું સૂચન કરતા મંત્રણા યોજાઈ હતી. લાંબી ચર્ચા વિચારણાના અંતે તંત્ર વાચકો વોર્ડ નંબર ૨ ચાર રસ્તા ઉપરાંત પાણી, ગટર અને સ્વચ્છતા માટે સઘન કામગીરી હાથ ધરાશે તેવી ખાત્રી અપતાં આંદોલનનો સુખદ અંત આવ્યો હતો.
્મોડેથી નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમે ઉપવાસી છાવણીની મુલાકાત લઈ સમસ્યાઓ હલ કરવાની ખાત્રી આપી ઉપવાસીઓને લીંબુ સરબત પાઈ ઉપવાંસના પ્રાણ કરાવ્યા હતા.
આજે ધારાસભ્ય, નગરપાલિકા, પ્રમુખ, તેમજ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા ઉપવાસ પર બેઠેલા ઓ ને પારણા કરાવ્યા હતા.