IPL મેચ મોડી રાત્રે પૂરી થવાના કારણે બીસીસીઆઈએ આ લીગના ૧૧મી સિઝનના પ્લેઓફ અને ફાઈનલ મેચો માટેના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ આ વિશેની જાણકારી આપી. શુક્લાએ જણાવ્યું કે પ્લે ઓફ અને ફાઈનલ મુકાબલાઓ રાત્રે ૮ વાગ્યના બદલે સાંજે ૭ વાગે રમાશે.
શુક્લાએ કહ્યું કે, આઈપીએલ સમગ્ર રીતે ફેન્સ માટે છે. પ્રશંસકોને ફાયદાને જોતા આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્લે ઓફ અને ફાઈનલ મુકાબલાઓ હવે એક કલાક પહેલા શરૂ થશે.
આઈપીએલ ચેરમેને કહ્યું કે, મેચના મોડા સુધી રમાવાના કારણે માત્ર સ્ટેડિમમા રહેલા ફેન્સને જ નહીં પરંતુ ટીવી પર જોઈ રહેલા દર્શકોને પણ મુશ્કેલીઓ નડે છે. મેચ જો એક કલાક પહેલા શરૂ થાય તો આગલા દિવસે સ્કૂલ અને કોલેજ જનારા લોકોને કોઈ પરેશાની નહીં થાય.
શુક્લાએ કહ્યું કે, આઈપીએલ સમગ્ર રીતે ફેન્સ માટે છે. પ્રશંસકોને ફાયદાને જોતા આ વાતનો નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્લે ઓફ અને ફાઈનલ મુકાબલાઓ હવે એક કલાક પહેલા શરૂ થશે. આઈપીએલ ચેરમેને કહ્યું કે, મેચના મોડા સુધી રમાવાના કારણે માત્ર સ્ટેડિમમા રહેલા ફેન્સને જ નહીં પરંતુ ટીવી પર જોઈ રહેલા દર્શકોને પણ મુશ્કેલીઓ નડે છે.
મેચ જો એક કલાક પહેલા શરૂ થાય તો આગલા દિવસે સ્કૂલ અને કોલેજ જનારા લોકોને કોઈ પરેશાની નહીં થાય.૨૨મેએ મુંબઈમાં પહેલો ક્વોલિફાયર મુકાબલો અને ૨૭મી મેએ ફાઈનલ મુકાબલો રમાશે. તો કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં ૨૩મી મેએ એલિમિનેટર અને ૨૫ મેએ બીજો ક્વોલિફાયર મુકાબલો રમાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,