• મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુના આક્ષેપો બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તપાસ
  • કરી લેબ ટેસ્ટ કરતા લાડવામાં ચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટી થઈ

કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્ર ગણાતા તિરુપતિ મંદિરની પ્રસાદીમાં માછલીનું તેલ અને ચરબીનો ઉપયોગ કરાયો હોવાનોdevotees ચોંકવનારો ખુલાસો થતાં હિન્દુઓની લાગણી દુભાઈ છે. આ મામલે હોબાળો મચ્યા બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડે તપાસ કર્યા બાદ પ્રસાદીના લાડવામાં ચરબી હોવાની પુષ્ટી કરી છે.

બીજી તરફ મંદિર પ્રશાસન તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તિરુપતિ મંદિરના 300 વર્ષ જૂના રસોડામાં દરરોજ 3.50 લાખ લાડુ બનાવવામાં આવે છે. એનડીડીબીના રિપોર્ટ મુજબ તિરુપતિ મંદિરની પ્રસાદી માટે બનાવાતા લાડવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ પ્રસાદનું વિતરણ માત્ર શ્રદ્ધાળુઓને જ નહીં, ભગવાનને પણ પ્રસાદ તરીકે આ જ લાડવા ચઢાવાયા હતા. એનડીડિબીએ મંદિરના લાડવા અને અનાજના કેટલાક સેમ્પલોની તપાસ કર્યા બાદ આ ચોંકાવનારો ખુલાસો થયો છે. તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.

વાયએસઆરસીપીએ નાયડુ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપોનો આકરો જવાબ આપતા કહ્યું કે, ’ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તિરુમાલા પ્રસાદ વિશે નાયડુની ટિપ્પણી ખરેખર ખરાબ છે. કોઈ માણસ આવા શબ્દો નથી બોલતું કે આવા આરોપ નથી લગાવતું. આનાથી એક વાત તો સાબિત થાય છે કે તે રાજકીય લાભ માટે કોઈ પણ મર્યાદા પાર કરી શકે છે.’

આંધ્રપદેશમાં પ્રસાદીને લઈને રાજકારણ ગરમાયું!

મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુએ વાયએસ જગન મોહન રેડ્ડી પર આક્ષેપ કર્યો છે કે, અગાઉની વાયએસઆરસીપી સરકારે તિરુમલામાં લાડવાનો પ્રસાદ તૈયાર કરવા માટે ઘીના બદલે પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો છે. આ પ્રસાદ ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં આવતાં કરોડો શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. તિરુમાલાના લાડવા પણ નબળી ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવાયા હતા. એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં વાયએસઆરસીપી પર આરોપ લગાવતાં નાયડુએ કહ્યું, ’તિરુમાલામાં વેંકટેશ્વર સ્વામી મંદિર અમારું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આશ્ચર્ય થયું કે જગન સરકારના સમયમાં તિરુપતિ પ્રસાદમમાં ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જગન અને વાયએસઆરસીપી સરકાર પર શરમ આવે છે કે તેમણે તેનું સન્માન ન કર્યું.’

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.