ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના પ્રથમ દિવસે જ ખેડુતોએ હોબાળો મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ મામલે કોંગ્રેસ અગ્રણી દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું હતુ કે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનાં નામે ખેડુતો સાથે રમત રમાઈ રહી છે.
ભરતી મામલે ખેડુતોએ હલ્લાબોલ કર્યો હતો. જેની જાણ થતા કેબીનેટ મંત્રીજયેશભાઈ રાદડીયાએ ઘટના સ્થળે પહોચીને મધ્યસ્થી કરાવી હતી તેઓએ એવીસુચના આપી હતી કે ૩૦ કિલોની ભરતી માન્ય રાખવામા આવે.
જયાં સુધી તેઓ હાજર હતા ત્યાં સુધી અધિકારીઓ એક શબ્દ બોલ્યા ન હતા. તેઓ ત્યાંથી નીકળી ગયા બાદમાં અધિકારીઓએ ૩૦ની ભરતી માન્ય રાખવાની વાત સ્વીકારવાની મનાઈ કરી દીધી હતી.
વધુમાં દિલીપભાઈ સોજીત્રાએ જણાવ્યું કે અધિકારીઓએ ૬૨.૫નો ઉતારો જરી હોવાનું જાહેર કર્યું હતુ જયારે ખરેખર ૪૦ થી ૪૫નો જ ઉતારો શકય છે.