પોલીસે દરોડો પાડી રૂ.૨૫ હજાર રોકડ મળી કુલ રૂ.૫૫ હજારનો મુદામાલ જપ્ત કયા
ગારીયાધાર હરીદર્શન કારખાનાં પાસે અમુક ઈસમો ભેગા મળી ઉભાં હોય અને પોતાના મોબાઈલમાં વિવો ટ્વેન્ટી ટ્વેન્ટી આઈપીએલ ૨૦૧૯ ક્રિકેટ મેચમાં સનરાઇઝ હૈદરાબાદ એન્ડ રાજસ્થાન બંને ટીમ વચ્ચે રમાનારી મેચ શરૂ થતાં અગાવ ભેગા મળી પૈસાની લેતીદેતી કરી ક્રિકેટનો સટ્ટો રમવાં ભેગા થયાં હોવાની હકીકત મળેલ હોય જેથી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા હારૂનભાઇ રહીમભાઇ ધોધારી ઉ.વર્ષ.૩૫, પંકજભાઇ જાનકીદાસ દુધરેજીયા ઉ.વર્ષ ૨૩, અસ્લામભાઇ તાજભાઇ ગાહા ઉ.વર્ષ ૨૨, ઇદ્રીશ ઉર્ફે ઇસાબાપુ ઇસુબભાઇ મટારી ઉ.વર્ષ.૩૬, જીતુભાઈ દેવશીભાઇ ધોળકીયા ઉ.વર્ષ ૨૦, તૌસીફભાઈ કરીમભાઇ પઠાણ ઉ.વર્ષ ૨૯ને પોતાના મોબાઇલ ફોન ઉપર બંને ટીમ વચ્ચે રમાનાર ક્રિકેટ મેચ નો સ્કોર ક્રિકેટ લાઈન એપ્લિકેશન દ્વારા અગાવ ભેગા થઇ આરોપીઓ રન ફેરનાં આંકડા લખી લખાવી કપાત કરી રોકડા રૂ.૨૫,૧૦૦/- તથા મોબાઈલ ફોન-૦૫ કિ.રૂ.૩૦,૫૦૦/- તથા કાગળ ની ચીઠ્ઠી તથા ડાયરી તથા બોલપેન મળી *કુલ મુદામાલ રૂ.૫૫,૧૦૦/-* સાથે પકડી પાડી અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.