અમરેલી જીલ્લાના નવ નિયુક્ત એસ.પી.નિર્લિપ્ત રાયે વડિયા પી.એસ.આઈ.આર.યુ.ધામાની જાફરાબાદ ખાતે તાત્કાલિક બદલી તેમની જગ્યાએ નવ નિયુક્ત લેડીઝ પી.એસ.આઈ.જે.ડી.આહીર દબંગને વડિયા મુક્યા
નવનિયુક્ત પી.એસ.આઈ.હાજર થતાની સાથેજ વડીયામાં સપાટો બોલાવ્યો વડીયાના બરવાળા બાવળ ગામે જાહેરમાં જુગાર રમતા ૩ શકુનીઓને ઝડપી પાડેલ તેમજ વડીયાના સૂર્યપ્રતાપગઢ ગામે દારૂ પીને શાકઠાવેળા કરતો એક વ્યક્તિને ઝડપી પાડેલ અને ધોરણ શરની કાર્યવાહી હાથ ધરેલ વડીયાના બરવાળા બાવળ ગામે જાહેરમાં જુગાર રમતા શામતભાઈ બીછુભાઈ વાળા,સુરેશભાઈ ચનાભાઈ પડાયા અને છગનભાઇ પૂંજાભાઈ પડાયા ને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ તેમજ સૂર્યપ્રતાપગઢ ગામે દાનાભાઈ રામભાઈ બોરીચા ને દારૂ પીધેલ હાલતમાં ઝડપી પાડેલ નવનિયુક્ત પી.એસ.આઈ.હાજર થતાની સાથેજ જુગાર અને દારૂના આરોપીઓને પકડી પાડી જાહેરમાં સરભરા કરેલ વડીયામાં છેલ્લા કેટલાય સમય થી કાયદો અને વ્યવસ્થા કથળેલ જણાઈ રહ્યું હતું વડિયા મા અને વડીયામાં પહેલીજ વાર લેડીઝ પી.એસ.આઈ.આવતા વડીયા ની જનતામાં ન્યાય માટે આશાનું કિરણ બંધાયેલું જોવા મળ્યું છે ખાસ કરીને નવનિયુક્ત પી.એસ.આઈ.વડીયાના શિવાજી ચોક,બસ સ્ટેન્ડ અને મેઈન બજારમાં ટ્રાંફિકની સમસ્યા માથાના દુખાવા રૂપી છે જે લોકોમાં મનફાવે ત્યાં વાહનો પાર્ક કરી જતા રહે છે તે સમસ્યા દૂર થવાની આશા બંધાણી છે
તાજેતરમાજ વડીયાના અમરાપુર ગામે વડિયા પોલીસને અંધારામાં રાખી અમરેલી જિલ્લા એલ.સી.બી.એ જુગાર ધામ પકડેલ જેમાં અડધા લાખના મુદ્દામાલ સહિત કબજે કરેલ હતું અને વડિયા પોલીસનું નાક કપાયેલ હતું ત્યારે લોકો મા એવી પણ ચર્ચા ચાલી રહેલ છે કે જુગાર ધામ જડપાતા વડિયા પી.એસ.આઈ.ની તાત્કાલિક બદલી કરવામાં આવેલ સત્ય જે હોઈ તે હાલમાતો વડિયા પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત લેડીઝ દબંગ પી.એસ.આઈ.ની નિમણૂક થતા લોકોમાં આનંદની લહેર જોવા મળી છે