જાહેરમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી રું.૮ હજારની રોકડ જપ્ત કરી
સુરેન્દ્રનગર *જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી* દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ. ઉપરાંત, દારૂ જુગારની બદ્દી નાબૂદ કરવા માટે ખાસ પ્રકારની ડ્રાઇવ તથા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે….
=ઍ જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. જે. ડી. મહીડાને હે.કો. નંદલાલ છાપરા મારફતે મળેલ બાતમી આધારે ચુડા તાલુકાના જોબાળા ગામે જાહેરમાં ગલ્લા પાસે જુગાર રમતા ૦૮ આરોપીઓને રોકડ રકમ રૂ. ૮,૫૩૦/- સાથે પકડી પાડી, જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે….
ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. જે. ડી. મહીડા તથા સ્ટાફના હે.કો. નંદલાલભાઈ, જલાભાઇ, હિતુભા, સત્યજીતસિંહ, મહેન્દ્રસિંહ સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચુડા તાલુકાના જોબળા ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (૧) પોલાભાઈ પોપટભાઈ કટુડિયા જાતે ત.કોળી ઉવ. ૩૦ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર, (૨) રમેશભાઈ નાનજીભાઈ વાઘેલા જાતે અનું. જાતિ ઉવ. ૪૦ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર, (૩) કરસનભાઈ કલ્યાણ ભાઈ સાલૈયા જાતે ત.કોળી ઉવ. ૪૦ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર, (૪) લાભુભાઈ ધરમાશીભાઈ પરાલીયા જાતે ત.કોળી ઉવ. ૪૭ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર, (૫) રમેશભાઈ ગોપાભાઈ શેખ જાતે ત.કોળી ઉવ. ૫૦ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર, (૬) જીલુભાઇ પશવાભાઈ લીંબડીયા જાતે ત.કોળી ઉવ. ૩૫ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર, (૭) ધીરુભાઈ ઉકડભાઈ પરાલિયાં જાતે ત.કોળી ઉવ. ૬૦ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગર તથા (૮) ઘનશ્યામભાઈ ધરમશીભાઈ પરલિયા જાતે ત.કોળી ઉવ. ૫૦ રહે. જોબળા તા. ચુડા જી. સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. ૮,૫૩૦/- તથા ગંજીપાના સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશનના હે.કો. નંદલાલ જી. સાપરાએ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…..
વધુ તપાસ ચુડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.સ.ઇ. જે.ડી.મહિડા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….