ચોટીા પ્લોટ વિસ્તાર વાળી શેરીના અંદરના ભાગે રમેશભાઇના મકાન પાછળ જાહેરમાં અમુક ઇસમો સ્ટ્રીટ લાઇટના અજવાળે તીન પત્તીનો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે. જેથી મળેલ બાતમી હકીકત આધારે ઉપરોકત પો. સ્ટાફ સાથે રેઇડ કરતા આરોપીઓ ભરતભાઇ મનસુખભાઇ અધારા, ભરતભાઇ કમાભાઇ ધલવાણીયા, ઘનશ્યામભાઇ ભીમાભાઇ જાબુકીયા, રાહુલભાઇ ચમનભાઇ ચૌહાણ, રવજીભાઇ સોમાભાઇ ચૌહાણ તથા બુધાભાઇ મનુભાઇ પલાળીયા તથા ત્રણ મહીલા મળી કુલ નવ આરોપીઓ પાસેથી ગંજીપાના નંગ-રપ તથા મોબાઇલ ફોન નં.૯ જેની કિ. રૂ ૧૮૦૦૦/- તથા રોકડા રૂ ૬૨૦૦૦/- જે કુલ કિ. રૂ ૮૦ હજાર ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ છે. પકડાયેલ તમામ આરોપી વિરુઘ્ધ પો.હેડ કોન્સ. વિજયસિંહ ખુમાનસિંહ સોલંકીએ સરકાર તરફે ફરીયાદ નોંધાવી આગળની તપાસ પો. હેડ કોન્સ. વિજયસિંહ ખુમાનસિંહ ચલાવી રહેલ છે.
Trending
- Rajkot : નાગરિક સહકારી બેન્ક લિ.ની ચૂંટણી અંતર્ગત પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું
- ગુજરાત : જેને મૃત સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે વ્યક્તિ જીવતો નીકળ્યો!
- ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે
- Surat: નકલી PSI એ હની ટ્રેપ કરી કોન્ટ્રાક્ટર પાસેથી પાંચ લાખ પડાવ્યા
- નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો બેસ્ટ ઉપાય….
- અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે થયું ફ્રોડ
- Jamnagarમાં પંચશીલ માધ્યમિક શાળાએ મિલકત વેરો નહીં ભરતા તંત્ર દ્વારા સીલ કરાઈ
- ગુજરાતમાં થશે અનોખા સમૂહ લગ્ન..!