આજથી નવલા નોરતાનો આરંભ થઇ ચુક્યો છે ત્યારે ‘અબતક-રજવાડી’ અર્વાચિન રાસોત્સવના આંગણે મન મૂકીને ઝૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેવું નામ તેવું ‘અબતક-રજવાડી’નું કામ છે. અહિં પારિવારિક માહોલ અને સલામતી વચ્ચે ખેલૈયાઓ સતત નવ-નવ દિવસ સુધી રાસે રમી ર્માં જગદંબાની આરાધના કરી રહ્યા છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલની પાછળ ધોળકીયા સ્કૂલની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં એમ.વી. ક્લબ દ્વારા ‘અબતક-રજવાડી’ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકસાથે 400 ખેલૈયાઓ રમી શકે તેવું વિશાળ પ્લે એરિયા છે. 4 ઓક્ટોબર સુધી રાસની રમઝટ જામશે જેમાં ખેલૈયાઓને રિયાઝ કુરેશી, ગોવિંદ ગઢવી, આરતી ભટ્ટ અને ઝીલ એન્ટરટેઇનમેન્ટ પ્રેઝન્ટ ઇમરાન કાનીયાની ટીમ ધૂમ મચાવશે. એન્કર તરીકે જલક જોશી સંચાલન કરશે.
સમગ્ર આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, વા.ચેરમેન મોહિત વઘાસીયા, વા.પ્રેસડેન્ટ હરી પ્રજાપતિ, કો.ઓડીનેટર તરંગ રૂપાપરા, ગૌરવ પટેલ, આત્મન ગ્રુપના સંજયસિંહ ઝાલા, હિરેન પટેલ, વિરાજસિંહ ઝાલા તેમજ કમીટી મેમ્બર જીતેન જડીયા, રોશલ સગપરીયા, વસીમ ડાકોરા, જયપાલ ચાવડા, હિરેન રોકડ, લેરીશ વીરપરીયા, હાર્દિક સખીયા, ભગીરથ ખાચર, ભાવેશ સોરઠીયા, નિકુંજ ટોપીયા, ચિરાગ ડોબરીયા, યશ વસોયા, ધવલ જાદવ, મુકેશ પ્રજાપતિ, સુરેશ નસીત, વિમલ ખાત્રાણી, રાજ લીંબાસીયા, સાગર કીહોર, વિરાજ પટેલ, રાહુલ લીંબાણી, એજાજ ડાકોરા, રાજ પાગડા, આદિત્ય મકવાણા, નીખીલ સગપરીયા, જય બારોટ, રાહુલ જાવીયા, કાનજીભાઇ કાકડીયા, નિરવ વેકરીયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.