પ્રજાસતાક પર્વે સન્માન થશે
રાજયના દરેક જિલ્લાની જેમ દેવભૂમિ દ્વારકામાં પણ આગામી ૨૬મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. જે માટે જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી કોઈપણ ખેલાડીઓ, કલાકારો, બાળકલાકારોએ રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રક પ્રાપ્ત કરેલ હશે કે ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરેલ હશે કે રાજયકક્ષાએ પ્રથમ, દ્વિતિય કે તૃતીય ક્રમાંક મેળવેલ હશે. તેવા ખેલાડીઓ તેમજ કલાકારો પાસેથી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકાની કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે. મળેલ અરજીઓમાંથી યોગ્ય ઉમેદવાર પસંદ કરી તેને રાષ્ટ્રીય પર્વ નિમિતે સન્માનીત કરાશે. અરજી સાથે જ તે કક્ષાએ રમેલ હોય તેના પ્રમાણીત કરેલા પ્રમાણપત્રો અને સિધ્ધિઓ તા.૧૯ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં. સી.૧,૨, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયાને રૂબરૂમાં કચેરી સમય દરમ્યાન પહોચાડવાનો રહેશે.