• શેખર ગઢવીએ દુહા છંદ લલકારતા ખેલૈયાઓ મંત્રમુગ્ધ બન્યા
  • ખેલૈયાઓનો જુસ્સો વધારતા સાંસદ રામભાઈ મોકરીયા અને નેહલ સુક્લ સહિતના રાજકિય આગેવાનો
  • ‘અબતક રજવાડી’ના ખેલૈયાઓ રજવાડી સાફા સાથે ગરબે રમ્યા

ગરબાનું નામ પડે એટલે ગુજરાતીઓને તેના પર ઘૂમ્યા વગર ચાલે જ નહીં કોઈપણ તહેવાર હોય કે કોઈ પણ પ્રસંગ હોય ગુજરાતીને બધા જ માં ગરબા તો રમવા જ પડે તેના વગર તેમનો તહેવાર પૂર્ણ ન થાય ત્યારે હાલ માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ગઈકાલ ચોથા નોરતે ’અબતક રજવાડી’ ના ખેલૈયાઓએ ગાયકોના સુરીલા કંઠે વંદે માતરમ્ સોંગ પર રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમ્યા હતા.

DSC 4505

જ્યારે ચોથા નોરતે ’અબતક રજવાડી ’ ના આંગણે ઘણા મોટા રાજકીય આગેવાનો પધાર્યા હતા જેમાં સાંસદ રામભાઈ મોકરીયા,અતુલભાઇ પંડિત,નેહલભાઈ શુક્લ વોર્ડ નંબર ચાર કોર્પોરેટર પરેશભાઈ પીપડીયા,વોર્ડ નંબર પાંચ કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરિયા સહિતના ઘણા કાર્યકરો આવ્યા હતા અને ગરબે ઘૂમતા ખેલૈયાઓના જુસ્સાને વધાર્યો હતો.

DSC 4502 1

ત્યારે તેમને અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન બે વર્ષ સુધી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે વર્ષ બાદ આ વર્ષે આયોજન કરાતા ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ચોથા નોરતેથી જ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે. જેથી ખેલૈયાઓ પોતાના સ્વાસ્થ્યની પણ કાળજી રાખે તેવી જાણકારી આપી હતી.

DSC 4330

’અબતક રજવાડી’ના ખેલૈયાઓ ચોથા નોરતે રજવાડી ઠાઠ સાથે ગરબે ઘુમીયા હતા જેમાં ખેલૈયા હોય રજવાડી બાબા સાથે સાફા બાંધી અને અવનવા સ્ટેપ સાથે ગરબે ઘૂમી માતા માતાજીની આરાધના કરી હતી. જેથી અને ખેલૈયાઓનો વેલડ ડ્રેસ જોઈ નિર્ણાયક પણ થોડા સમય સુધી વિચારમાં પડી ગયા હતા કે વેલ ડ્રેસ પ્રાઈઝ ક્યાં ખેલૈયાઓને આપવો.

DSC 4545

અંતે ઘણા વિચારો બાદ નિર્ણાયકોએ પ્રિન્સ અને પ્રિન્સેસ ને લાખેણા ઇનામો આપ્યા હતા. ત્રણ રાઉન્ડના અંત બાદ ખેલૈયાઓએ છેલ્લે વંદે માતરમ સોંગ પર રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.