નવે નવ દિવસ અબતક ચેનલ, યુટયુબ અને ફેસબુક ઉપરના લાઈવ પ્રસારણનો લાખો લોકોએ લ્હાવો લીધો
હે જગ જનની હે જગદંબા માત ભવાની શરણે લેજે…! માના નવલા નોરતા પૂર્ણ થઈ ગયા છે. નવે નવ દિવસ માની આરાધના પૂર્ણ કરી ઠેર-ઠેર આજે વિજયા દશમીની ઉજવણીમાં માઈભકતો વ્યસ્ત થઈ ગયા છે. ગઈકાલે નવલી નોરતાના નવમાં નોરતે જૈનમ આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓએ સ્ટેજ ફાબુ પર્ફોમન્સ આપી નવમા નોરતાને હર્ષોલ્લાભેર વધાવ્યો હતો.મધરાત સુધી એક સેક્ધડ પણ થોભ્યા વગર ખેલૈયાઓ મન મુકીને ઝુમ્યા હતા. આયોજકોએ ખેલૈયાઓ માટે લાખેણા કહી શકાય તેવા ઈનામોનો ધોધ વરસાવ્યો હતો.ગઈકાલે નવમા નોરતે ડેઈલી પ્રિન્સ-પ્રિન્સેસ વચ્ચે મેગા ફાઈનલ રાઉન્ડનો ખરાખરીનો જંગ જામ્યો હતો. સ્પર્ધાઓના વિજેતાઓને પણ ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. નવમા નોરતે ખેલૈયાઓના ઉત્સાહને વધારવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સીનીયર ખેલાડીઓને ટુ વ્હીલર, એલઈડી ટીવી, સોનાના ચેઈન,કેરેલા પેકેજ જેવા અનેક લાખેણા ઈનામો અપાયા હતા. તેમજ બાળ ખેલૈયાઓને સાઈકલ, સોનાની બુટી, ગોવા પેકેજ સહિતના ઈનામો આપવામાં આવ્યા હતા. વેલડ્રેસ ખેલૈયાઓને પણ આકર્ષક ઈનામો આપી રાજી કરવામાં આવ્યા હતા.સંપૂર્ણ પારિવારીક વાતાવરણ અને ચુસ્ત સીકયુરીટી વચ્ચે જૈનમ નવરાત્રી મહોત્સવ સંપન્ન થતા આયોજકો આનંદ સાથે હાશકારો અનુભવી લાગણીભર્યા પ્રતિભાવો વ્યકત કરી આવતા વર્ષે ફરી આથી પણ વિશેષ અને શાનદાર આયોજન કરવાની ખુશી વ્યકત કરી હતી.ગઈકાલે આ જૈનમ નવરાત્રી મહોત્સવ અબતકના મેનેજીંગ એડિટર સતિષભાઈ મહેતા, હર્ષદભાઈ વોરા, ધનસુખભાઈ ભંડેરી, મૌલેશભાઈ ઉકાણી, જીતુભાઈ બેનાણી, જગદીશભાઈ ડોબરીયા, પ્રજ્ઞેશભાઈ જાની, પૂર્વિબેન શાહ તથા અનુજાબેન શાહ, ચાર્મિબેન શાહ, મનીષભાઈ મડેકા-રોલેકસ રીંગ, વિક્રમસિંહ જાડેજા, જસ્મીનભાઈ ધોળકિયા, દર્શનભાઈ શાહ, છગનભાઈ બુસા, ડો.આશીષ શાહ, કેતનભાઈ પટેલ-જાણીતા બિલ્ડર્સ, રાકેશભાઈ રાજદેવ, સુરજભાઈ પટેલ, નિરજભાઈ શુકલા, દિનેશભાઈ કારીયા, એસ.કે.દાસ, ડો.તુષાર શાહ, નરશીભાઈ પટેલ, પરાગભાઈ કોઠારી, વિશાલભાઈ વસા, પ્રમોદભાઈ કોઠારી, હસુભાઈ પટેલ, સંજયભાઈ શાહ, રાજુભાઈ ભિમાણી, દિલીપભાઈ ઉદાણી, અનિલભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જૈન યુવાઓ માટે જૈનમનું આયોજન પ્રશંસનીય
અધિક કલેકટર હર્ષદ વોરાએ જણાવયું હતું કે, પ્રથમ વર્ષે પણ જૈનમના આયોજનમાં હું જોડાયો હતો અને બીજે વર્ષે પણ હું અહિં આવ્યો છું. કલા અને રાસની અભિવ્યકિત તેમજ હૃદયની ઉર્મીઓ નવરાત્રીમાં ટોચ પર હોય છે. ભકિત અને શકિતની ઉપાસના અને સાથે યુવા વર્ગને જૈમને જે તક આપી છે તે પ્રશંસનીય છે. ખેલૈયાઓ અને જૈનમને હું અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવું છું.
જૈનમ દ્વારા બીજા વર્ષે શાનદાર આયોજન
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, જૈનમ નવરાત્રીનું બીજા વર્ષે પણ ખુબ જ શાનદાર
જૈનમમાં ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો છે
કૈલાશબેન ભંડેરીએ જણાવ્યું હતું કે, જૈનમનું આયોજન બીરદાવવા લાયક છે. ખુબ ઉત્સાહથી ખેલૈયાઓ અહિ રમે છે. અગાઉ પણ હું પ્રથમ નોરતે મહાઆરતીમાં અહીં આવી હતી. આયોજકોની ખુબ સુંદર કામગીરી રહી છે. ખેલૈયા અને મહેમાનોને ખુબ આનંદ આવે તેવું આયોજન કરાયું છે.
જૈનમનું આયોજન અભિનંદનને પાત્ર
પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીએ જણાવ્યું હતું કે, જૈનમનું આયોજન ખુબ જ સુંદર છે. અહીં પારીવારીક વાતાવરણ વચ્ચે ખેલૈયાઓ નવરાત્રી માણી રહ્યા છે. સીકયુરીટી બાબતે પણ વ્યવસ્થા પ્રશંસનીય છે. તમામ આયોજકો અભિનંદનને પાત્ર છે. દર વર્ષે આવુ આયોજન થાય તેવી શુભકામના પાઠવું છું.
જૈનમ નવરાત્રી મહોત્સવનું આયોજન સરાહનીય
બાન લેબના મૌલેશભાઈ ઉકાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, જૈનમ ગ્રુપ પ્રગતિ કરે તેવી માં અંબે અને દ્વારકાધીશને પ્રાર્થના કરુ છું.નવરાત્રી મહોત્સવનું આયોજન ખરેખર સરાહનીય છે . દર વર્ષે આવુ જ આયોજન થતુ રહે
જૈનમની વ્યવસ્થા ઉડીને આંખે વળગે એવી
સોનલબેન ઉકાણીએ જણાવ્યું હતું કે, અહીં ખેલૈયાઓનો ઉત્સાહ અનેરો છે. આયોજકોએ ગોઠવેલી વયવસ્થા ઉંડીને આખે વળગે એવી છે.જૈનમની ટીમને હું અભિનંદન પાઠવું છું અને દર વર્ષે આવુ જ આયોજન થતુ રહે જેથી જૈન ખેલૈયાઓ નવરાત્રીમાં સાથે મળીને રમી શકે.