નવરાત્રી ઢુકડી આવી ગઈ છે અને મા નો નોરતા માટે અબતક રજવાડી રાસોત્સવની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે, તસવીરમાં વિશાળ પટાંગણ અને ગ્રુપના સભ્યો દેખાય છે

સતત છેલ્લા પાંચ વર્ષથી રાસ રસીયા ખેલૈયાઓ માટે હિન્દુ સંસ્કૃતિની પરંપરાના આદ્ય શકિતની આરાધના તહેવાર સમા નવરાત્રી દરમ્યાન ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ, ધોળકીયા સ્કૂલની સામેના ગ્રાઉન્ડમાં અબતક રજવાડી રાસ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.૧૨,૦૦૦ ચો.મી.ના વિશાળ પટાંગણમાં ચુસ્ત બાઉન્સર સિકયુરીટી વ્યવસ્થા વચ્ચે સતત છઠ્ઠા વર્ષે રાજકોટના ૪૦૦૦થી વધુ ખેલૈયાઓ મન મુકી રમશે. વી.આઈ.પી. બેઠક વ્યવસ્થા, સમગ્ર ગ્રાઉન્ડમાં વરસાદી વાતાવરણને પહોંચી વળવા નીચે પ્લાસ્ટીક સાથે જાજમ પાથરવામાં આવશે. તેમજ રોજ રોજ નવી નવી સ્પર્ધાઓ, દરરોજ પ્રીન્સ અને પ્રીન્સેસ થનાર ખેલૈયાઓને ઈનામોથી નવાજવામાં આવશે. નવમાં નોરતે મેગા ફાઈનલમાં લાખેણા ઈનામોથી નવાજવામાં આવશે. એકદમ પારીવારીક વાતાવરણ વચ્ચે ખેલૈયાઓના પગ આપ મેળે થીરકવા માંડે તેવી હાઈ-ફાઈ ૧,૦૦૦,૦૦૦ વોટ ડીઝીટલ લાઈન એરર સીસ્ટમ (મુસાણી સાઉન્ડ)ના સથવારે શાહ‚ખ મીર પ્રેસન્ટ એસમ ગ્રુપના યુવા સાંજીદાઓ ખેલૈયાઓને ઝુમાવશે. સાથો સાથ રાજકોટના યુવા પ્લેબેક સીંગર રીયાજ કુરેશી, લેડીઝ સીંગર કોકીલ કંઠી, અનુ પરમાર, કચ્છના કાનુડા સમાન રાજેશ આહિર, દેશી ડાયરાનો કલાકાર મીલન કાકડીયા સુર રેલાવશે. સાથો સાથ સમગ્ર આયોજનનું માઈક સંચાલન કવીરાજ ભરતદાન ગઢવી દ્વારા કરવામાં આવશે.સમગ્ર આયોજનને સોહામણા મંડપથી કૈલાશ ડેકોરેટસ દ્વારા સજાવવામાં આવ્યું છે. રાત્રી હોય પણ દિવસ જેવું વાતાવરણ લાગે તેવું જાજરમાન લાઈટીંગની વ્યવસ્થા હરિકૃષ્ણ લાઈટ ડેકોરેશન-સાવરકુંડલા દ્વારા કરવામાં આવી છે. સ્ટેજ પર એલ.ઈ.ડી. લેઝર લાઈટીંગની સુંદર વ્યવસ્થા ફલેસ એન્ડ વોઈસ લાઈટ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર આયોજનમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર સેફટીના સાધનો, હાઈફાઈ એચ.ડી.ડીઝીટલ સી.સી.ટી.વી.કેમેરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.બેલ લેમીનેટ પ્રેસન્ટ અબતક રજવાડી રાસ મહોત્સવમાં દર વર્ષ કરતા કાંઈક આ વર્ષે કંઈક નવું જ આપવામાં આવશે. ખેલૈયાઓ દ્વારા પાસ બુકિંગમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો છે બાકી રહી જતા ખેલૈયાઓને વહેલી તકે પાસ મેળવી લેવા ગ્રાઉન્ડ પરની ઓફિસથી મેળવી લેવા. વધુ વિગત માટે મો.૮૪૬૦૦ ૦૧૦૦૮ પર સંપર્ક કરવો.આ આયોજનને સફળ બનાવવા ચેરમેન વિશાલ પટેલ, પ્રેસીડેન્ટ અમીત કમાણી, વાઈસ ચેરમેન રામ અજાણી, વાઈસ પ્રેસીડેન્ટ મોહિત વઘાસીયા, સેક્રેટરી જે.પી.હિરાણી, વાઈસ સેક્રેટરી હેરી પ્રજાપતી, ઈવેન્ટ કો.ઓડીનેટર ગૌરવ પટેલ, હિનેશ સાકરીયા, ઓર્ગેનાઈઝર ગૌતમ ગૌસ્વામી, ભરત પટેલ, જીતેન જડીયા, વિજય ઠુંમર, જયદિપ ખુંટ, વનરાજ ચાવડા, ખોડિદાસ પાંભર, કેવલ લુણાગરીયા, વસીમ ડાકોરા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.આ વર્ષે ખેલૈયાઓને શું નવું મળવાનું છે તે વિશે રજવાડી ગ્રુપના વિશાલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં નવરાત્રીને વધાવવા તથા ખેલૈયાઓને નવરાત્રીના રંગે રંગવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે આયોજન કરીએ છીએ. આ વર્ષની ખાસિયતો વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે સૌપ્રથમ તો આ વર્ષે અબતક મીડિયા હાઉસ અમારુ મિડિયા પાર્ટનર છે. જેના કારણે ખેલૈયાઓનું કૌશલ્ય લોકો નિહાળી શકશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.