વેલકમ નવરાત્રી અને પ્રથમ નોરતે વરસાદી વાતાવરણ બાદ બીજા નોરતે ‘કલબ યુવી’ની જમાવટ ઉમિયા માતાજી મંદિર સિદસરના ચેરમેન મૌલેશભાઈ ઉકાણીએ મૉં ની આરતીનો લ્હાવો લીધો
શકિત ભકિત અને આરાધનાનું પર્વ એવા નવરાત્રી મહોત્સવને વધાવવા સાંસ્કૃતીક કલબ. યુવી ના આંગણે બીજા નોરતે ખેલૈયાઓની રંગત જામી રહી છે. પરંપરાગત રીતે કલબ યુવીમાં મા ઉમિયાની આરતી બાદ નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો.
રાજકોટના સેક્ધડ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ હાઉસ ખાતે કલબ યુવી પ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં બીજા નોરતે કલબ યુવીના ચેરમેન મોલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મીત કનેરીયા, મેનેજીંગ ડાયરેકટર તરીકે મહેન્દ્રભાઇ ફળદુ, તથા કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સ જીવનભાઇ વડાલીયા, જવાહરભાઇ મોરી, એમ. એમ. પટેલ, મનસુખભાઇ ટીલવા તથા કાંતીભાઇ ઘેટીયા તથા કોરકમીટી અને ૧૦૮ ની ટીમે પરીવાર સાથે આરતી કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કર્યો હતો. બીજા નોરતે કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુ, જોલીબેન ફળદુ, જીવનભાઇ વડાલીયા, સાધનાબેન વડાલીયા, કાંતીભાઇ ઘેટીયા, તથા કલાસીક ગ્રુપના ધનશ્યામભાઇ મારડીયા, ગ્રીનમુના ગ્રુપના અલ્પેશ બેરા, સ્પીડવેલ હાઇટસ ગ્રુપના વિપુલભાઈ ઘોડાસરા, તુલશીગ્રીન ના હરેશભાઇ ગોલ, ગીરીશભાઈ સુતરીયા, શિલ્પન ગ્રુપના વિજયભાઇ ડઢાણીયા તથા જજ ભકિતબેન રાવલ, હીરલબેન વ્યાસ, કેલીબેન વ્યાસ, ડો. માલાબેન કુંડલીયા, નીપાબેન દાવડા, પાર્થ રાવલ, ઋચી પંડયા અને કલ્પક રૂપાણીના હસ્તે વિજેતા ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
કલબ યુવી રાસોત્સવમાં ગઇકાલે બીજા નોરતે વિજેતા વિવિધ કેટેગરી વાઈસ ઇનામો જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ વાછાણી જીનલ, વડાલીયા એલીશા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ ભાલોડીયા મીત, સોળીયા સુમીત, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે સોળીયા યતી, મણવર તીક્ષ્મી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે પાડલીયા રીશીલ, અધેરા વિરાજ, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે માકડીયા આશ્મા, ખાંટ શ્રધ્ધા, વેલ ડ્રેસ પ્રિન્સ જાવીયા જીગ્નેશ, ત્રાંબડીયા દેવાંશુ, કાલરીયા દેવેન્દ્ર, પ્રિન્સેસ તરીકે વાછાણી ધન્વી, અધેરા ખુશી, માખાણસા નેત્રી, પ્રિન્સ તરીકે કાલાવડીયા યશ, વેકરીયા મીત, ભાલોડીયા આશીષ વિજેતા બન્યા હતા. કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં આયોજકો દ્રારા ચુનીદા કલાકારો નો કાફલો સુર તાલની સુરાવલીના સથવારે ખેલૈયાઓને ડોલાવે તેવું આયોજન કરાયું છે. જેમાં સિંગર તરીકે મયુર બુધ્ધદેવ, રાજવી શ્રીમાળી, જલ્પાબેન, અવનીબેન, શહેનાઈવાદક નિલેષ ધુમાલ, પાર્થવી ગોહીલ, રીધમીસ્ટ તરીકે નાસીર, મ્યુઝીક એરેજમેન્ટ માં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા સહીતના કલાકારોનો કાફલો કલબયુવી ટીમના મ્યુઝીક કોર્ડીનેટર સુરેશભાઈ જાવીયા ના માર્ગદર્શન હેઠળ કલબ યુવીના આ નવરાત્રી મહોત્સવમાં સુર તાલનું ભવ્ય સામ્રાજય સર્જી સીને એક તાલે ડોલાવ્યા હતા.