પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,અંજલીબેન રૂપાણી,નીતિનભાઈ ભારદ્વાજ ઉપરાંત સાંસદ રામભાઈ મોકરીયા મોહનભાઇ કુંડારિયા ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા સહિતના અનેક મહાનુભાવોએ આપી હાજરી: ગાંધી જયંતી નિમિતે વૈષ્ણવજન ગીતનું ગાન
રાજકોટના તમામ અર્વાચીન રાસોત્સવમાં શ્રેષ્ઠ સાબિત થયેલા જૈન વિઝન આયોજિત સોનમ ગરબામાં છઠ્ઠા અને સાતમા નોરતે એટલે કે શનિ-રવિમાં ભક્તિ અને શક્તિનો મહાસાગર ઘુઘવ્યો હતો.
જૈન વિઝન આયોજિત સોનમ રાસોત્સવમાં યુવાધન ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ અવનવી સ્ટાઇલમાં ગરબે ઘૂમે છે. મોડી રાત થવા છતાં ખેલૈયાઓ થાકવાનું નામ લેતા નથી. આકર્ષક ગરબા મૂવ્સ સાથે અનોખી અદાથી ગરબે ઘૂમતા ખેલૈયાએ શનિ-રવિમાં અદભૂત માહોલ બનાવ્યો હતો.
સોનમ ગરબાનું મુખ્ય આકર્ષણ તેનું શ્રેષ્ઠ ઓરકેસ્ટ્રા છે. ગુજરાતના ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા જૈન વિઝનના આંગણે આવ્યા છે અને ધૂમ મચાવી રહ્યા છે. જૈન વિઝનમાં રોજે રોજ ખેલૈયાઓ અને સિંગરો વચ્ચે પર્ફોમન્સની સ્પર્ધા થતી હોય તેવું લાગી રહ્યું છે. સોનમ ગરબાના ખેલૈયાઓ ચોકડી , સિક્સ સ્ટેપ, ટીટોડો અને ડાકલા સ્ટેપ ઉપર ધમાલ મચાવી રહ્યા છે. પૂનમ ગરબામા તો રોજે રોજ ખેલૈયાઓ અને સિંગરો વચ્ચે સ્પર્ધા ચાલતી હોય તેઓ માહોલ સર્જાય છે.
મ્યુઝિક એરેન્જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ છે. આર્ટિસ્ટ એરેન્જમેન્ટ તેજસ શીશાંગીયાની છે સિંગરોએ આ રાસોત્સવ માટે ખાસ ગરબા પણ તૈયાર કર્યા છે જે ધૂમ મચાવી રહ્યા છે. આ સમગ્ર ગ્રુપને રાજકોટના ઉભરતા સિંગર અને ગીત સંગીતના જાણકાર સુનિલભાઈ શાહનું માર્ગદર્શન પણ મળી રહ્યું છે.
છઠ્ઠા અને સાતમા નોરતે જૈન વિઝન ના આંગણે જે મેમાનનો ઉપસ્થિત રહ્યા હતા તેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અંજલીબેન રૂપાણી નીતિનભાઈ ભારદ્વાજ રાજ્યસભાના સભ્ય રામભાઈ મોકરીયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા ઉપરાંત બષા પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દિવના ડીસ્ટ્રીક જજ મહેશભાઈ શરાફ રાજકોટ કોર્ટનાં જજ કાજલબેન ધોકીયા જાણીતા બિલ્ડર યુવા આગેવાન જનીશભાઈ અજમેરા, વિભાષભાઇ શેઠ ભાનુબેન બાબરિયા, સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ગઈ કાલે બીજી ઓક્ટોબર હોવાથી વૈષ્ણવજન તો તેને કહીએ રે નું ગાન પણ કર્યું હતું.