વનડે વર્લ્ડ કપ થોડા દિવસો પછી સમાપ્ત થવા જઈ રહ્યો છે, પરંતુ તે પછી આઇપીએલ વિશે ચર્ચા શરૂ થશે. આઈપીએલ 2024 માટે ફ્રેન્ચાઈઝીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફ્રેન્ચાઇઝીઓએ આઇપીએલ 2024 માટે ખેલાડીઓનું રિટેન્શન કરવાના છે, પરંતુ બીસીસીઆઇમાં ચાલી રહેલી તહેવારોની રજાઓ અને ક્રિકેટ વર્લ્ડ કપને કારણે આઇપીએલ 2024 ની રિટેન્શન માટેની સમયમર્યાદા લંબાવી છે. તમને જણાવી દઈએ કે આઇપીએલ 2024 રિટેન્શનની સમયમર્યાદા પહેલા 15 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 26 નવેમ્બર કરવામાં આવી છે. જો અગાઉની સમયમર્યાદા હોત, તો બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ મેચ દરમિયાન આઇપીએલ 2024 રીટેન્શન લિસ્ટ બહાર પાડવું પડ્યું હોત, જેણે દર્શકોની સંખ્યા પણ વિભાજિત કરી હોત.
19 ડિસેમ્બરે યોજાશે હરાજી : રિટેન્શન માટેની સમયમર્યાદા લંબાવી તા. 26 નવેમ્બર કરાઈ
સાઉદી અરેબિયાએ દુનિયાની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અબજો ડોલરમાં હિસ્સો ખરીદવા માટે રસ દાખવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના સલાહકારોએ આઈપીએલને લગભગ 2 લાખ 50 હજાર કરોડ રૂપિયાની વેલ્યૂવાળી હોલ્ડિંગ કંપનીમાં ફેરવવા વિશે ભારત સરકારના અધિકારીઓ સાથે વાત કરી છે. જોકે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. સપ્ટેમ્બર 2022માં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જ્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે આ મામલે ચર્ચા થઇ હતી. વાતચીત દરમિયાન સાઉદી અરેબિયાએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 5 અરબ ડોલર આશરે 42,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવા અને અન્ય દેશોમાં વિસ્તાર કરવામાં મદદ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો.
સાઉદી અરેબિયા આઇપીએલમાં ડોલર 5 બિલિયનના રોકાણ સહિત ડોલર 30 બિલિયન હોલ્ડિંગ કંપની બનાવવા માંગે છે. હકીકતમાં, સપ્ટેમ્બર મહિનામાં, જ્યારે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જી-20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. તે દરમિયાન ભારત આવેલા સાઉદી અધિકારીઓએ તેમના ભારતીય સમકક્ષો સાથે આ મુદ્દે અનૌપચારિક વાતચીત કરી હતી.
તમને જણાવી દઈએ કે આઇપીએલ પહેલાથી જ બે સાઉદી બિઝનેસ સામેલ છે – સાઉદી અરેબિયા ટૂરિઝમ અને અરામકો. તમને જણાવી દઈએ કે આ ભારતીય ક્રિકેટ લીગ આઇપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે અને તેથી તે દિવસેને દિવસે વિસ્તરી રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ ભારતથી આગળ દક્ષિણ આફ્રિકા અને યુનાઈટેડ સ્ટેટ્સ સુધી વિસ્તરી છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર અને બીસીસીઆઇના સાઉદી અરેબિયાના આ પ્રસ્તાવ પર વિચાર કરવા સહમત થાય છે કે નહીં.
કઈ ફેંચાઈઝી પાસે કેટલા રૂપિયા પડ્યા છે.
- પંજાબ કિંગ્સ: 12.20 કરોડ રૂપિયા
- મુંબઈ ઈન્ડિયન્સ: 50 લાખ રૂપિયા
- સનરાઇઝર્સ હૈદરાબાદ: 6.55 કરોડ રૂપિયા
- ગુજરાત ટાઇટન્સ: 4.45 કરોડ રૂપિયા
- દિલ્હી કેપિટલ્સ: 4.45 કરોડ રૂપિયા
- લખનૌ સુપર જાયન્ટ્સ: 3.55 કરોડ રૂપિયા
- રાજસ્થાન રોયલ્સ: 3.35 કરોડ રૂપિયા
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: 1.75 કરોડ રૂપિયા
- કોલકાતા નાઈટ રાઈડર્સ: 1.65 કરોડ રૂપિયા
- ચેન્નાઈ સુપર કિંગ્સ: 1.5 કરોડ રૂપિયા