રાજકોટ રેલ્વે ડીવીઝનના ડી.આર.એમ. પી.બી. નીનાવેના હસ્તે ૬૪ કર્મચારીઓને વ્યકિતગત તેમજ ૨૧ ગ્રુપ એવોર્ડ શ્રેષ્ઠ કામગીરી બદલ જગજીવનરામ રેલ્વે ઇન્સ્ટીટયુટ ખાતે યોજાવામાં આવેલા રાજકોટ ડીવીઝન ૬૨માં રેલ સપ્તાહ ઉજવણી અંતર્ગત રાખવામાં આવ્યા હતા. જેથી કર્મચારીઓને પ્રોત્સાહન મળી રહે.
જામનગર મોરબીને સફાઇ માટે બેસ્ટ મેઇન્ટેડ કોલોનીનો સંયુકત એવોર્ડ અપાયો હતો. આ ૬૨માં રેલ્વે સપ્તાહ સમારોહના મુખ અતિથિ તરીકે ડી.આર.એમ. પી.બી.નીનાવેએ ઉત્કૃત કામગીરી બદલ રેલ્વે કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ નિષ્ઠાથી કામ કરવા અને પોતાના કામ પ્રત્યે પ્રમાણીકતા દાખવવા શીખ આપી હતી.
તેમજ ગુડઝની આવકમાં ૮ કરોડનો વધારો થયો છે. ગત વર્ષે આવક ૧૬૭૨ કરોડ હતી તે આ વર્ષે ૧૬૮૦ કરોડ થવા પામી છે. રાજકોટ ડીવીઝનની ઉપલબ્ધ દર્શાવતાં તેમણે જણાવ્યું હતું કે ઉર્જાબચત અંગે દ્વારકા તેમજ સુરેન્દ્રનગરને રાષ્ટ્રીયસ્તરે પ્રથમ અને દ્વિતીય સ્થાન મળ્યું એ ગૌરવ લેવા જેવી બાબત છે.
સ્વચ્છતા બાબતે એ-૧ કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે રાજકોટને દ્વીતીય તેમજ જામનગરને ચોથું સ્થાન મળ્યું હતું. વ્યકિતગત એવોર્ડ ૧૦૦૦ની રોકડ તેમજ સન્માનપત્ર, જયારે ગ્રુપ એવોર્ડ માટે ૩૦૦૦ તેમજ પ્રમાણપત્ર ડીઆરએમના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડી.આર.એમ. ઉપાઘ્યાય મહીલા સમીતીના પ્રમુખ શ્રીમતિ ભારતી નિનાવે સહીત અલગ અલગ વિભાગનાં અધિકારીઓએ સમારોહમાં હાજરી આપી હતી.