આજે રૂક્ષ્મણી વિવાહ યોજાશે: ધારાસભ્ય વસોયા, પૂર્વ સાંસદ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી ઢોલ સહિતનાઓએ રસપાનનો લાભ લીધો
ઉપલેટામાં સમસ્ત લાડાણી પરિવાર ઈશરાવાળા દ્વારા તા.૬ થી આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની આવતીકાલે પૂર્ણાવૃતિ કરાશે. આજે કથામાં રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ યોજાશે.
તા.૬ થી સાત દિવસ આયોજીત આ ભાગવત સપ્તાહમાં પુષ્ટિ માર્ગીય ભાગવત વકતા પ.પૂ.યુવા શાસ્ત્રી હિરેનભાઈ ભટ્ટ દ્વારા દરરોજ અલગ-અલગ પ્રસંગો જેવા કે નૃસિંહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, ‚ક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિત પાવન પ્રસંગોનું સુમધુર વાણીમાં સમસ્ત લાડાણી પરિવાર તેમજ આમંત્રિકોને રસપાન કરાવેલ. આ કથા સ્થળે દરરોજ જુદા જુદા ધુન, ભજન, કિર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આજે કથાસ્થળે સાંજે ૫ વાગ્યે ‚ક્ષ્મણી વિવાહનો પ્રસંગ યોજાશે. આવતીકાલે સવારે ૧૦ કલાકે સુદામા ચરિત્રના પ્રસંગ બાદ કથાને વિરામ અપાશે.
કાલે તા.૧૨ને શુક્રવારે સાંજે ૬ કલાકે સમસ્ત લાડાણી પરીવાર અને આમંત્રિકો માટે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથા દરમ્યાન ધારાસભ્ય લલિતભાઈ વસોયા પૂર્વ સાંસદ, હરિભાઈ પટેલ, નગરપતિ રાણીબેન ચંદ્રવાડિયા, તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગર, જીલ્લા ભાજપના મહામંત્રી જયંતીભાઈ ઢોલ, ભાજપના અગ્રણી દાનભાઈ ચંદ્રવાડિયા સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી કથામાં રસપાનનો લાભ લીધો હતો. આ તકે કથામાં પધારેલા તમામ મહાનુભાવોનું સમસ્ત લાડાણી પરિવાર દ્વારા અદકે‚ સન્માન કરાયું હતું.