બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ સાથે ‘જળ, જમીન અને જંગલ’નું જતન 

મુંદ્રા સ્થિત અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડએ પર્યાવરણ સંરક્ષણ બાબતે ફરી એકવાર ડંકો વગાડ્યો છે. દિલ્હી ખાતે આયોજીત એવોર્ડ સમારંભમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ”થી નવાજવામાં આવ્યું છે. પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે બજાવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ કંપનીને આ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ફગ્ગનસિંહ કુલસ્તના હસ્તે મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગ્રો કેર ઈન્ડિયા દ્વારા ક્લાયમેટ ચેન્જ ઈમ્પેક્ટ પર આયોજીત કોન્ફરન્સમાં -મુંદ્રાને 7મો વાર્ષિક પર્યાવરણ પુરસ્કાર પ્લેટિનમ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે.

પ્લેટિનમ એવોર્ડ એ પર્યાવરણીય વ્યવસ્થાપનમાં અસાધારણ કામગીરી માટે આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે. મુંદ્રાએ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપી આડઅસરો ઘટાડવા અનેક પહેલોને અમલમાં મૂકી અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. કંપનીએ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા ઊર્જા બચત અને ઉત્સર્જન નિયંત્રણની પહેલ અપનાવી છે, જેમાં ઊર્જા-કાર્યક્ષમ સાધનોમાં રોકાણ અને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો અમલ કરવાનો સમાવેશ થાય છે. કંપનીએ હવાની ગુણવત્તા જાળવવા માટે હવા ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલીઓ પણ લાગુ કરી છે.

પર્યાવરણ પર માઠી અસરો ઘટાડવા વિવિધ પહેલો અપનાવીને અઙજઊણ એ અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. સ્વસ્થ વાતાવરણ જાળવી રાખવા ગ્રીન બેલ્ટ મેનેજમેન્ટ અને બાયો-ડાઈવર્સિટી જેવી પહેલોને પ્રોત્સાહન અપાયું છે. કંપનીએ હવાની ગુણવત્તા સુધારવા અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવા માટે પુષ્કળ વૃક્ષો વાવી લીલોતરી આચ્છાદિત કરી છે. પ્લેટિનમ એવોર્ડ એ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપતા કંપનીના પ્રયાસોનું પ્રમાણપત્ર છે અને અન્ય કંપનીઓ માટે પર્યાવરણના સંરક્ષણ માટે અનુકરણીય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.