દરેક સ્વનિર્ભર શાળા બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાની સાથો સાથ કલાસરૂમમાં અનૂકૂળ વાતાવરણ મળી રહે તે માટે પ્રયત્નશીલ
6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ વિનામૂલ્યે મળે તેવો બંધારણમાં ઉલ્લેખ છે. ત્યારે સરકારી શાળાઓમાં આ બાબતે ગુણવત્તા યુકત શિક્ષણ વ્યવસ્થા છે. પરંતુ લોકોને વિશ્ર્વાસ ન રહેતા આજથી ત્રણ દાયકા પહેલા ખાનગી શાળાનો ઉદય થયો હતો. છેલ્લા બે દાયકામાં આ શાળાઓની પ્રગતિ થતા આજે સરકારી શાળા કરતા વધુ વિદ્યાર્થીઓને શિક્ષકો ભણાવી રહ્યા છે.ખાનગી શાળાઓ ભૌતિક સુવિધાથી સજજ સાથે કવોલીફાઈડ ટીચરો સાથે દર અઠવાડિયે ‘વીકલી ટેસ્ટ’ જેવા વિવિધ મૂલ્યાંકન પાસાને કારણે લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ બાબતે વિશેષ કાળજી લઈને સારા વર્ગનાં ફિ ભરી શકે તેવા તમામ મા-બાપોનાં સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છે. અધતન શૈક્ષણિક સાધનો સાથે વિવિધ પ્રવૃત્તિ પ્રોજેકટ થકી બાળકોનો સર્વાંગી વિકાસ સાથે છાત્રો વાંચન-ગણન-લેખનમાં આ શાળાઓએ પાવરફૂલ બનાવ્યા છે. ખાનગી શાળામાં ભણીને આજે સારા હોદા ઉપર ઘણા લોકો સેટ થઈ ગયા છે. સરકારી શાળાની તુલનામા સ્વનિર્ભર ખાનગી શાળાઓ ચોમેર દિશાએ વિકાસ કરી રહી છે. સ્ટાફ બાબતે કડક ચેકીંગ સાથે સખ્ત વર્ગખંડની મહેનત ને કારણે આ શાળાઓએ સારો વિકાસ કર્યો છે. બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો હાંસીલ કરીને પણ ખાનગી શાળાઓ મેદાન મારી ગઈ છે.
ભણવું જ છે તેને ખાનગી શાળા ટોચે પહોંચાડે છે: ‘એક દો તીન ચાર, ભૈયા બનો હોશિયાર સબકા હૈ કહના, અનપઢ ન રહેના, જાવો ગુરૂજી કે પાસ’
આજે લોકોનો નજરીયો ફરી ગયો છે. તોતીંગ ફી વસુલતી શાળાઓમાં જો બાળકોને ભણાવવામાં આવે તો તેની કારકિર્દીનું ઉચ્ચ ઘડતર થશે તેવું માનવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ખરેખર શિક્ષણને ફિ સાથે ન જોડી દેવું જોઈએ. બાળકની કારકિર્દીનું નિર્માણ કઈ સ્કુલમાં શકય છે તેને ધ્યાનમાં લઈ અભ્યાસ કરાવવો જોઈએ પરંતુ આજે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. દરેક સ્વનિર્ભર શાળા બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાની સાથો સાથ કલાસરૂમમાં અનૂકૂળ વાતાવરણ મળે તે માટે પ્રયત્ન કરે છે જે પાછળ કેટલો ખર્ચ થાય છે. આ ઉપરાંત બાળકોને નિષ્ણાંત શિક્ષકોના માધ્યમથી ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે પણ પ્રયત્નશીલ રહે છે. બાળકોનું વાંચન ગ્રહણ અને લેખન સારું થાય તે માટે ખાસ વર્ગો પણ ચલાવવામાં આવતા હોય છે. આ ઉપરાંત અત્યાધુનિક લેબોરેટરીની સુવિધા પણ સ્વનિર્ભર શાળાઓ દ્વારા પુરી પાડવામાં આવે છે. વિવિધ પ્રોજેકટ અને એકટીવીટીનું આયોજન પણ કરવામાં આવે છે.
હોય છે: ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતની બાબતોમાં ખાસ ધ્યાન આપે છે આવી સ્થિતિમાં શિક્ષણને નાણા સાથે કઈ રીતે તોલી શકાય ?
એક સમયે સરકારી શાળાઓ સર્વેસર્વા હતી પરંતુ તબકકાવાર જોવા મળેલી બેદરકારીઓના કારણે સરકારી શાળા સિવાયનો વિકલ્પ મળે તેવો માહોલ સર્જાયો હતો. પરિણામે ધીમી ગતિએ ખાનગી શાળાઓ અસ્તિત્વમાં આવી. ખાનગી શાળાઓના શિક્ષકો અને સંચાલકો દ્વારા થયેલી મહેનતના પરિણામે આવી શાળાઓમાં પરિણામ પણ ઉંચા આવવા લાગ્યા જેથી આપોઆપ વાલીઓ પોતાના બાળકોને શ્રેષ્ઠ કેળવણી મળે તે માટેના પ્રયાસ કરતા રહ્યા છે. ત્યારબાદ સ્વનિર્ભર શાળાઓનો દાયકો શરૂ થયો. અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મસમોટા શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શાળાઓ ખુલવા લાગી. ગ્રામ્ય વિસ્તારોના બાળકોને ઉચ્ચ કેળવણી પુરી પાડવામાં પણ ખાનગી શાળાઓનો મસમોટો ભાગ રહ્યો છે જયાં સરકારી શાળાઓ નિષ્ફળ નિવડી ત્યાં-ત્યાં ખાનગી શાળાઓએ રંગ રાખ્યો છે. આજે રાજકોટ સહિત રાજયભરમાં ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ મેદાન મારી રહ્યા છે. દેશ-વિદેશમાં ટોચના સંસ્થાઓમાં રાજકોટની ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ છે. અત્યારે ખાનગી શાળાઓમાં વિશેષ ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે. બાળકોને કોઈપણ જાતની અગવડ ન પડે અને પોતાનું ધ્યાન સંપૂર્ણ રીતે અભ્યાસ ઉપર કેન્દ્રિત કરી શકે તે માટે ખાનગી શાળાઓ મહેનત કરે છે. ભણવું જ હોય તેવા દરેક વિદ્યાર્થીને ખાનગી શાળાઓએ ટોચે પહોંચાડયા હોવાના દાખલા છે. છેલ્લા ત્રણ દાયકામાં જે રીતે રાજકોટની ખાનગી શાળાઓનો વિકાસ થયો છે તે જોતા એમ કયારેય ન કહી શકાય કે માત્ર પૈસા ખાતર જ આ શાળાઓ ચાલે છે. અનેક પરીવારોના ઉજળા ભવિષ્ય પાછળ પણ આ શાળાઓની મહેનત જવાબદારી ગણી શકાય. વિદ્યાર્થીની જેટલી મહેનત હોય તેટલી બે ગણી મહેનત શાળાના સ્ટાફ દ્વારા થતી હોય છે. માટે શિક્ષણને કયારેય પણ નાણા સાથે તોલી ન શકાય તેવો પણ એક મત લોકોમાં જોવા મળ્યો છે.
એફ.આર.સી.કમિટી મોંઘવારી, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના તમામ પેરામીટરને ઘ્યાને રાખી ફી નકકી કરતી હોય છે: ડી.કે.વાડોદરીયા (પંચશીલ સ્કૂલ)
અબતક સાથેની વાતચીત દરમિયાન પંચશીલ સ્કુલના સંચાલક ડી.કે.વાડોદરીયાએ જણાવ્યું હતું કે, હું છેલ્લા 18 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ છે. વર્ષો પહેલા પર પિડા અને ચિંતા વાલીઓને હતી. દરેક સ્કુલની ફી જુદી જુદી છે. તેના માટે સરકારના કંટોલ આવે તે સમયે અમારા પ્રયત્નો હતા કે ફી સરકાર નકકી કરે, સરકાર સાથે વાટાઘાટાના અંતે સેલફાઇનાન્સ સ્કુલની ફી રાજય સરકાર નકકી કરે તે માટે એફ.આર.સી. કમીટી બની એફ.આર.સી. કમીટી શાળાના તમામ પેરામીટર ચેક કરે જેમ કે શાળા કયાં વિસ્તારમાં કેવું શહેર, મોંધવારી કેવી, ઇન્ફ્રાસ્કચર કેવું, ફેસેલીટી દરેક પેરામીટરને ઘ્યાને રાખી ફી નકકી કરવામાં આવે શાળાઓ સારા શિક્ષકો રાખતા હોય તેને સેલેરી આપવામાં આવતી હોય તેનો ખર્ચો આવે, તમામ પેરામીટર ઘ્યાને રાખી ફી નકકી કરવામાં આવે તેમાં કોઇ વાલી દવલાની નીતી ન હોય. હું એ જણાવીશ કોઇ વાલીઓ એમ તેમ ફી ભરતા નથી. તમામ વસ્તુઓ વિશે માહિતગાર હોય જ છે. એક વાત સ્પષ્ટ પણે જણાવીશ કે આ જગતમાં એક પણ શાળા નથી કે શિક્ષણ નથી બન્યો જે વાલીઓના બાળકોને હોંશિયાર બનાવી શકે શાળા જે માત્ર વાતાવરણ પુરુ પાડે, વિઘાર્થીની ક્ષમતા તે તેની સાથે આવે તેનામાં રહેલી ક્ષમતા બહાર લાવવાનું કામ શાળા કરે, વાલીઓ પાંચ લાભ આપી અને પોતાના બાળકને બોર્ડમાં પ્રથમ લાવો તો તે કયારેય શકય નથી.
ઘણી શાળાઓ ઓછી ફીમાં ઉત્તમ શિક્ષણ આપે છે: મનન જોશી (પ્રિમીયર સ્કૂલ)
અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રિમીયર સ્કુલના સંચાલક મનન જોશીએ જણાવ્યું હતું કે હું 16 વર્ષથી એજયુકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલ છું. ગુજરાત સરકારે જયારથી એફઆરસીની નિયુકિત કરી હતી. ત્યારથી એક જ વસ્તુને ઘ્યાને લીધી છે. ગુજરાત રાજયમાં વાલીઓ અને શિક્ષણ સંસ્થાઓ વચ્ચે ગેપ વધતો જતો હતો કે ખોટી ફી લે છે. વધુ લે છે તે પ્રશ્ર્નો ઉત્પન્ન થતા તેથી સરકારે એફ.આર.સી. ની નિમણુંક કરી જે સ્કુલનું ક્ષેત્રફળ, એરીયા, સ્કુલનો સ્ટાફ કેટલો એકસ્ટ્રા એકટીવીટી, એકસ્ટ્રા કરીકયુલર એકટીવીટી વગેરે બાબતોનું ન્યુટ્રલ રીતે ફ્રી નકકી કરેલ છે. એવું તો બિલકુલ નથી કે સ્કુલ જે ફી માંગે છે તે એફ.આર.સી. આપે છે. એવું હોતું નથી કે વધુ ફી લેવાતી હોય તો સારું એજયુકેશન મળે તે ખોટું છું. રાજકોટની તમામ શાળાઓ સારું જ શિક્ષણ આપે છે. કવોલીટી એજયુકેશનને વધુ ઘ્યાન અપાય છે. ફી ઉપર ભણતરનો આધાર રાખવામાં આવતો નથી. રાજકોટની ઘણી શાળાઓ નોમીનલ ફીમાં ઉત્તમ શિક્ષણ પુરુ પાડે છે.
દરેક શાળાઓ પોતાની વ્યવસ્થા પ્રમાણે ફી લેતી હોય: ભરત ગાજીપરા (સર્વોદય સ્કૂલ)
દરેક શાળાઓની એકેડેમીક વ્યવસ્થાઓ હોઇ છે. તેમાં શાળાઓ જે પ્રમાણે ફેસેલીટી આપતી હોઇ, તે પ્રમાણે તેની પેપર ઉપર તેની ફી નકકી થતી હોય છે. તે બાદ એફ.આર.સી.માં તેને ખર્ચા જોઇને વધારો આપતી હોય છે. શાળાઓ જે ખર્ચ આપલો તેના પાછલા ત્રણ વર્ષનો ખર્ચ જોવામાં આવેલો શાળાઓમાં જે એકેડમીક એકટીવીટી થતી હોય, તે પ્રમાણે ખર્ચ નકકી કરવામાં આવે છે. દર વર્ષે મોંધવારીને કારણે ખર્ચ વધતા હોય છે. તે પ્રમાણે શાળાઓમાં પણ બાળકોને દરેક વિષયમાં પ્રોજેકટને કોરિટટિવ એકઝામની તૈયારીઓ વગેરે કરાવવામાં આવતું હોય છે. સેલ્ફ ફાયનાન્સ સ્કુલ્સ દર વર્ષે કંઇક નવું કરતું હોય છે. સર્વોદય સ્કુલમાં બાળકોને વિવિધ વિષયમાં પૂરતા ઘ્યાન આપવામાં આવે છે. જેમ કે ગણિત રૂમ, મ્યુઝિમ રૂમ વગેરે સાથે જ ઓડિયોરિયમ, સ્વીમીંગ પુલ, ઇન્ડોર તથા આઉટ ડોર ગેમ્સની તમામ ફેસીલીટી અહી ઉપલબ્ધ છે. સાથે જ ઢોલરાથી 3 કી.મી. દુર ઓર્ગેનિક ખેતી ત્યા કરવામાં આવે છે જયા બાળકોને ઓગેનિ વસ્તુઓની ખબર પડે છે.દરેક શાળાઓ પોતાની વ્યવસ્થા પ્રમાણે ફીસ લેતા હોય છે.
સ્કુલમાં માળખાગત સુવિધા, શિક્ષણ સહિતનો રેશિયો ધ્યાનમાં રાખી ફી નકકી થાય છે: અમિશભાઈ દેસાઈ (તપસ્વી સ્કૂલ)
અબતક સાથેની વાતચીત દરમિયાન તપસ્વી સ્કુલના સંચાલક અમિશભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ચાર વર્ષ પહેલા એફ.આર.સી. ની સ્થાપના કરવામાં આવી. જેમાં દરેક સ્કુલના ઇન્ફ્રાસ્ટ કચર, ફેસેલીટી, શિક્ષણ અને વિઘાર્થીઓનો રેશિયો, પ્રવૃતિ ઓ ખર્ચ વગેરે ના ઓડિટેડ રીપોર્ટને ઘ્યાનમાં દરેક સ્કુલની અલગ અલગ ફી નકકી થતી હોય, તેનાથી દરેક સ્કુલનું અલગ માપદંડ નકકી થતું હોય છે. દર ત્રણ વર્ષ માટે ફી નકકી થતી હોય. દરેક સ્કુલ માટે બાળક અને બાળકને પુરી પાડવામાં આવતી વસ્તુઓ અને વાતાવરણ ખુબ જ મહત્વ ધરાવે છે. દરેક વાલીઓ પાસે પોતાના બાળકને કઇ સ્કુલમાં મોકલવા તેના માટેની ચોઇસ હોય છે. ઓછી ફી લેતી સ્કુલો પણ છે. અને વધુ ફી લેતી સ્કુલો પણ છે વાલીએ પોતાને નકકી કરવાનું છે કે મારે મારા બાળકને કંઇ સ્કુલમાં મોકલવું છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે તમામ ચર્ચા બાદ જ એડમીશન આપીએ છીએ: જતીન ભરાડ (ભરાડ સ્કુલ)
ભરાડ સ્કુલના ટ્રસ્ટી જતીનભાઇ ભરાડે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 31 માર્ચ સુધીમાં એફઆરસીમાં દરેક શાળા સંચાલકોએ ફોર્મ જમા કરાવવાની છે એફઆઇસી એકટ 2017માં અમલમાં આવ્યું. ફ્રિ નિયત્રણ માટેની કમીટી નથી ફ્રિ રેગ્યુલર કરવા માટેની કમીટી છે. કોઇ પણ શાળા પોતાનું ઇન્ફ્રાસ્ટ્રકચર, કાર્ય કરવાની પ્રદ્ધતિ, શિક્ષકોની કવોલિટી, શિક્ષકોના પગાર ધોરણ, સ્કૂલના રૂમોની સુવિધાઓ, કોમ્યુટર લેબ સહિતની સુવિધાઓ સહીતના મુદે દરેક શાળાને ફ્રી નકકી કરવાનો અધિકાર હોઇ છે. તમામ શાળાએ કમીટી સમક્ષ હરખાસ્ત રજુ કરવાની હોઇ છે. અમે જે ફી લઇએ છીએ તેનાથી 5 ગણી સુવિધાઓ વિદ્યાર્થીઓને આપીએ છીએ. સુવિધાઓ વિદ્યાર્થીઓને આપીએ છીએ. તમામ ગર્વમેન્ટના નિયમ મુજબ જ શાળા ચલાવીએ છીએ. બાળકો અને વાલીઓની અપેક્ષા મુજબ તેઓને શિક્ષણ પુરુ પાડતા હોઇએ છીએ? વિદ્યાર્થીઓને બીજા કોઇ પણ ટયુશન કલાસની જરૂર ન પડે તે પ્રકારે આયોજન કરતા હોઇએ છીએ. માટે દરેક શાળાની ફી અલગ અલગ હોઇ છે. એફઆરસીને ફ્રી સૂકચર યોગ્ય ન લાગે અને ફ્રી ઓછી કરવા જણાવે તો તમામ મુદ્દાઓ સાથે હાઇકોર્ટ સુધી અને રજૂઆત કરી શકીએ છીએ.
વિદ્યાર્થીઓના વિકાસ માટેની પ્રવૃત્તિઓ ઉપરથી ફીનું સ્ટ્રકચર નકકી થાય છે: અજય પટેલ (ન્યૂએરા સ્કૂલ)
સ્વનિર્ભર શાળાઓમાં લેવાતી ફિ અંગે અનેક આક્ષેપો થતા હોય છે. વધુ ફી લેવાતી હોવાનો દેકારો પણ થાય છે. જોકે શાળાઓમાં ફી કરતા વધુ સુવિધાઓ આપવામાં આવે છે. નિષ્ણાંત શિક્ષકો બાળકોને અભ્યાસમાં પાવરફુલ બનાવે છે.
આવી સ્થિતિમાં અબતક દ્વારા ન્યુએરા સ્કુલના સંચાલક અજયભાઈ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના વિકાસ માટેની પ્રવૃતિઓ ઉપર ફીનું સ્ટ્રકચર નકકી થાય છે.
ન્યુએરા સ્કૂલના સંસાલક અજય પટેલે કહ્યું હતું કે, ચાર ઝોન-રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં ફીની નવી દરખાસ્ત તથા એફીડેવીટ મેગાવવામાં આવી છે. હાલ ફીનુ ધોરણ જો 12 સાયન્સ હોય તો 30 હજાર સુધીની મર્યાદા રાખવામાં આવી છે તેને તેમનુ એફીડેવીટનુ ફોર્મ રજૂ કરવાનુ હોય છે અને જો તેનાથી વધુ ફી લેવા માંગતા હોય, તો તેમણે 3 વર્ષ માટે દરખાસ્ત રજુ કરવાની હોઇ છે. અને દર વર્ષે ફી વધારો થતો હોય, તે દરખાસ્ત કરવાની હોય છે સ્કૂલમાં શિક્ષકોના પગાર, એકટીવીટીના મેન્ટેનન્સના ખર્ચ તથા તમામ ખર્ચ દર્શાવવામાં આવતા હોય છે. સાથે જ છેલ્લા ત્રણના ઓડીટ રિપોર્ટ રજૂ કરવામાં આવતુ હોય છે. વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે તમામ પ્રકારનો પ્રવૃતિઓ કરાવવા આવતી હોય છે. તે પ્રમાણે ફીનુ ધોરણ નકકી કરવામાં આવતુ હોય છે. દરેક શાળા અથાક પ્રયત્નો કરતી હોય છે. અને દરેક વિદ્યાર્થીને સારુ ભણતર મળી રહે, તેવા જ પ્રયત્નો હોય છે.તેમના કહ્યા મુજબ રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં ફીની નવી દરખાસ્ત તથા એફિડેવીટ મંગાવવામાં આવે છે. હાલ ધોરણ 12 સાયન્સ માટેની ફીમાં મર્યાદાઓ છે. સ્કુલ દ્વારા શિક્ષકોના પગાર, એકટીવીટી મેઈન્ટેનન્સ તથા ખર્ચ દર્શાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓ દરખાસ્તમાં દર્શાવવી પડે છે ત્યારબાદ જ ફીનું ધોરણ નકકી કરવામાં આવતું હોય છે.
બાળકોને સારામાં સારૂ શિક્ષણ મળે તે માટે ફી માળખું બનાવાયા છે: સમીર કણસાગરા (પાઠક સ્કૂલ, કેશોદ)
કેશોદ ખાતે આવેલી પાઠક સ્કૂલના ટ્રસ્ટી સમીર કણસાગરાએ અબતક સાથેની વાતમાં જણાવ્યુ હતું કે લોકોના મનમાં એક વાત બેસાડી દેવામાં આવી છે કે ખાનગી શાળા સંચાલકો મસ મોટી ફી ઉઘરાવે છે ત્યારે મારા મત પ્રમાણે જો વાત કરીએતો ખાનગી શાળામાં સરકારની ગાઈડ લાઇન પ્રમાણે ફી લેવામાં આવે છે. તેમાં બાળકોને અત્યારની મહમારીની સ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવી છે. બાળકની સૌથી પહેલા ઘડતર શાળામાં થતું હોય છે. તો એ વાતને ધ્યાનમાં રાખી દરેક બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળા પ્રયત્નો કરતી હોય છે. અને સમય અંતરે શાળાઓ ફેરફારો પણ કરે છે. શાળા દરમિયાન બાળકોને ઈંડોર-આઉટડોર સુવિધા શાળા દ્વારા આપવામાં આવે છે. સાથેજ બાળકોને અત્યારના સમયનું શિક્ષણ મળી રહે અને વિદ્યાર્થીઓને ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા શિક્ષણ મળે તેમાટે શાળા દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. બધિજ ખાનગી શાળાઓમાં ફી માટેના ધારા ધોરણો અલગ અલગ હોય છે. પણ ફી સ્ટાન્ડર્ડ ફેકલ્ટી મળે અને બાળકોને સારામાં શારું શિક્ષણ મળે તે માટેજ શાળા દ્વારા ફી માળખું બનાવવામાં આવતું હોય છે. ખાનગી શાળામાં વિષય પ્રમાણે અલગ અલગ શિક્ષકોની વ્યવસ્થા રાખવામા આવતી હોય છે. શાળાઑ દ્વારા વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન અનેક ટેસ્ટ લેવામાં આવતી હોય છે. જેને કારણે બાળકોને વાર્ષિક પરીક્ષામાં ફાયદો થાય છે.
વાલીઓ અને બાળકોને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવી: તોસીફ મોરવેલવાળા (નોબલ હૂડ સ્કૂલ ઉપલેટા)
ઉપલેટા ખાતે આવેલી નોબલહૂડ સ્કૂલના તોસિફ મોરવેલવાળાએ અબતક સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે. કોવિડ મહમારીમાં શિક્ષણમાં ઘણા પરિવર્તનો આવ્યા વાલીઓને ઓછામાં ઓછી તકલીફ પડે તે રીતે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ શાળાઓ ખૂલી છે ત્યારે વિદ્યાર્થીઓને સોસિયલ ડિસ્ટન્સ સાથે ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. શાળાની જો વાત કરવામાં આવ તો શાળામાં પોસે મોટું અને સુવિધા વાળું બિલ્ડીંગ છે. સાથજે વિશાળ ગ્રાઉંડની વ્યવસ્થા કરવામાં આવી છે. શાળામાં અનુભવી અને ક્વોલિફાઇડ શિક્ષકોની વ્યવસ્થા શાળામાં કરવામાં આવી છે.
ખાનગી શાળાઓ સરકાર સાથે ખભે ખભો મિલાવી કામ કરે છે: રાજેન્દ્રસિંહ ઝાલા (ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ)
ઉપલેટા ખાતે આવેલી ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલના રાજેન્દ્રસિંહ ઝાલાએ અબતક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યુ હતું કે લોકોના મનમાં માન્યતા હોય છે કે ખાનગી શાળા દ્વારા મસમોટી ફી વસૂલવામાં આવે છે. ત્યારે ખાનગી શાળાની જો વાત કરવામાં આવેતો ખાનગી શાળા સરકારની એક પણ રૂપિયાની સહાય લીધા વગર ખાનગી શાળા સરકારની સાથે ખ્ંભે ખ્ંભો મિલાવી કામ કરી રહી છે. ખાનગી શાળામાં કામ કરતો હર એક વ્યક્તિ શાળાના વિદ્યાર્થીઓ માટે કઈ પણ કરવા તત્પર હોય છે. હું ખાસ કહીશકે શિક્ષકમાં કઈક હસે તોજ વિદ્યાર્થીઓમાં કઈક આવશે તેમ મારૂ માનવું છે. જેને ધ્યાનમાં એમે અમારા શિક્ષકોને વધુ મોટીવેટ કરવાના પ્રયાસો કરીએ છીએ. ખાનગી શાળામાં વિદ્યાર્થી ફક્ત ટોપર આવે તે મહત્વનું નથી. વિદ્યાર્થીના જીવનમાં માનવતા આવે અને લોકો સાથે ભળી જવાની જો કળા નહીં હોય તો બાકી બધુ નકામું છે. ત્યારે શાળા દ્વારા વિદ્યાર્થીને આ બધુ જ્ઞાન પણ આપવામાં આવે છે. શાળાઓ દ્વારા બાળક સોળે કળાએ ખીલે તેવું વાતાવરણ શાળા દ્વારા પૂરું પાડવામાં આવે છે. તેમજ શાળા દ્વારા વિદ્યાર્થીઓમા રહેલી સુસુપ્ત શક્તિઓમાં આગળ વધે તે માટેની વ્યવસ્થા પણ શાળા દ્વારા કરવામાં આવી છે.