આજે પ્લાસ્ટીકનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થઇ રહ્યો છે. પાણીના પાઉચી માંડી શાકભાજી, અનાજ કરીયાણા, ખાણીપીણીની વસ્તુઓ દરેક જગ્યાએ મોટાપાયે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટીક અનેક વર્ષો સુધી નાશ થઇ શકતું ની તેમજદ દરીયામાં પ્લાસ્ટીક જવાી અનેક દરિયાઇ જીવો તેમજ પશુઓ મૃત્યુ પામે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાને પ્લાસ્ટીક મુક્ત જિલ્લો બનાવવા તેમજ પ્લાસ્ટીકનું પ્રદૂષણ અટકાવવા આજે કલેક્ટર કચેરી દેવભૂમિ દ્વારકા ખાતે નિવાસી અધિક કલેક્ટર વ્યાસના અધ્યક્ષસને ચીફ ઓફિસરઓ થતા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ સો બેઠક યોજાઇ હતી.
આર.એ.સી. વ્યાસે પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તેમજ પ્લાસ્ટીકી થતા નુકશાન બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે સનિક કેબલમાં જાહેરાતો અપાવવી તેમજ હોર્ડીગ્સો લગાવવા જણાવ્યું હતું. આ ઉપરાંત સખી મંડળની બહેનોને પ્રોત્સાહિત કરી પેપર બેગ બનાવવા માટેની તાલીમોનું આયોજન કરવા જણાવ્યું હતું. શ્રી વ્યાસે ૨૧ જુલાઇ પછી અલગ અલગ ટીમો બનાવી પ્લાસ્ટીક જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે તેમજ પ્લાસ્ટીકના ઉપયોગ બાબતે રૂ.૨૦ હજારી એક લાખ સુધીના દંડની જોગવાઇ પણ થશે. તેમ વધુમાં જણાવ્યું હતું. આ બેઠકમાં તમામ ચીફ ઓફિસરઓ તા તાલુકા વિકાસ અધિકારીઓ વગેરે ઉપસ્તિ રહ્યાં હતાં.