પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી: કુલ 26.16 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત
ભારત સરકાર દ્વારા 01/07/2022 થી સમગ્ર દેશમાં સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સીંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ તેમજ 75 માઈક્રોન થી ઓછી જડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.
જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા નાયબ કમિશનર એ.આર. સિંઘની આગેવાની હેઠળ પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર જીન્જાળા તેમજ અન્ય સ્ટાફ દ્વારા તા.01/07/2022 નાં રોજ શહેરની મુખ્ય બજારોમાં પ્લાસ્ટિકનાં હોલસેલર, રિટેઈલરો તેમજ તેનો ઉપયોગ કરતા વેપારીક એકમો/દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવેલ. આ ચેકિંગ દરમ્યાન 9 કિલો પ્લાસ્ટિકના કપ , 8.66 કિલો પ્લાસ્ટિકના ગ્લાસ તેમજ 8.5 કિલો 75 માઈક્રોન થી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિકની થેલીઓ જપ્ત કરવામાં આવી હતી.