આગામી ૧૧ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મુરાી સિંગલ યુઝ પ્લાસ્ટીક વિરોધી ડ્રાઈવ શરૂ કરશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને પ્લાસ્ટીક રહિત કરવા માટે અનેકવિધ યોજનાઓ લાગુ કરી રહી છે. ત્યારે હવે કેન્દ્ર મંત્રાલયમાં પ્લાસ્ટીકની તમામ ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મુકવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. હવે મંત્રાલય દ્વારા કાગળની ફાઈલો, કુલડીમાં ચા તા કાંચની બોટલમાં પાણી સહિતની ચીજવસ્તુનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્લાસ્ટીક્ના પર્યાયરૂપે આ તમામ ચીજવસ્તુઓનો સ્વીકાર કર્યો છે.
સિંગલ યુઝ પ્લાસ્ટીક અભિયાન વડાપ્રધાન મોદી ૧૧ સપ્ટેમ્બરના રોજ મુરાી લાગુ કરશે. આ તકે વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, દેશભરમાં પીવાના પાણીની બોટલ અંગે ઘણી ખરી વાતચીતો કરવામાં આવી રહી છે અને તે અંગે આરોપો-પ્રતિઆરોપો પણ લગાવવામાં આવી રહ્યાં છે.
તારણ સામે આવ્યું છે કે, નાશ પામતી પ્લાસ્ટીક બોટલોને ફરી રી-સાયકલ કરી ૬૦ ટકા જેટલી બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે જે કોઈપણ દેશમાં સૌી વધુ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સીંગલ યુઝ પ્લાસ્ટીકની ચીજવસ્તુઓની સરખામણીમાં આ પ્રકારની પ્લાસ્ટીકની બોટલનો ઉપયોગ ઓછો ાય તે દિશામાં તમામ પ્રયત્ન હા ધરવામાં આવી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યાનુસાર સિંગલ યુઝ પ્લાસ્ટીક માટે અલગ પ્રકારનો રોડ-મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે નજીકના સમયમાં લાગુ કરવામાં આવશે. સરકારના હાઉસીંગ તા અર્બન અફેર મંત્રાલય દ્વારા એક માસ પહેલા જ પ્લાસ્ટીકની પાણીની બોટલો પર પ્રતિબંધ લાદયો હતો અને તેમના દ્વારા પ્લાસ્ટીક ફાઈલના બદલે પેપર ફાઈલોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. યુનિયન ફૂડ મીનીસ્ટર રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયમાં ૫૦ કક્ષોમાં પ્લાસ્ટીકનો સંપૂર્ણપર્ણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે સપ્ટેમ્બર ૧૫ી પ્લાસ્ટીકના વપરાશ ઉપર પ્રતિબંધ મુકવા માટે જે યોજના લાગુ કરવામાં આવશે તે પહેલા જ કેન્દ્ર સરકારના મંત્રાલયમાં પ્લાસ્ટીક યુકત મંત્રાલય બનાવવા તરફ પગલા લેવામાં આવી રહ્યાં છે.