પ્લાસ્ટ એક્સપો એસોશિએશનના વિશાળ પરીવારના 1400 સભ્યોના સાથ સહકારથી બન્યું સફળ અને પરિણામદાયી
રાજકોટ સૌરાષ્ટ્રના ઉદ્યોગોનું કેન્દ્ર છે. કોરોનાકાળ બાદ ત્રણ વર્ષ પછી રાજકોટ ખાતે સૌ પ્રથમ વાર સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોશિએશન દ્વારા રેસકોર્ષ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર પ્લાસ્ટ-2022″ના સ્ટોલની મુલાકાત લઈને જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ મેન્યુફેક્ચર્સ પાસેથી વિગતો મેળવીને તેમની કામગીરીને વધાવી હતી.નેપાળથી આવેલા વેપારીએ કલેક્ટર તથા સૌરાષ્ટ્ર પ્લાસ્ટના હોદેદારો સાથે વાતચીત કરી હતી તેમજ એક જ સ્થળે આયોજિત તમામ વ્યાવસાયિક વ્યવસ્થાની સરાહના કરી હતી.આ તકે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોશિ એશનના વાઈસ પ્રેસિડેન્ટ જે.કે.પટેલ, વી.ડી.પટેલ, સેક્રેટરી જયસુખભાઈ અધેરા અને વિનુભાઈ માથુકિયા સહિત સ્ટોલના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત રાજકોટમાં બનતા ઉત્પાદનો અને મશીનની વિદેશમાં ભારે માંગ: અરૂણ મહેશ બાબુ
આ તકે કલેક્ટર અરુણ મહેશ બાબુએ કહ્યું હતું કે, કોરોનાકાળ બાદ ત્રણ વર્ષ પછી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ દ્વારા આયોજિત આ બિઝનેશ એક્ઝીબીશનમાં સમગ્ર ભારતમાંથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ પ્લાસ્ટિક ઉદ્યોગોનું હબ છે. રાજકોટની ઈન્ડસ્ટ્રીઝ પ્લાસ્ટિક ઉત્પાદનો બનાવવાના સાધનો બનાવે છે. જેને દેશ-વિદેશના લોકો અહીંથી ખરીદીને જાય છે જે ગર્વની બાબત છે.મેક ઈન ઈન્ડીયા અંતર્ગત રાજકોટમાં બનતા ઉત્પાદનો અને મશીનોની વિદેશમાં ભારે માંગ છે. પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સને વિકાસ માટે જરૂરી તમામ સુવિધા પુરી પાડવા સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કટીબધ્ધ છે.
આપણું જીવન પ્લાસ્ટિક સાથે સંકળાયેલું છે જેથી રિસાયકલ કરવું જોઈએ પ્રતિબંધિત નહી : પાર્થ કોટક
શ્રી પ્લાસ્ટો કેમ ઇન્ડસ્ટ્રીના પાર્ટનર પાર્થ કોટક જણાવે છે કે અમે 2010માં સૌરાષ્ટ્ર પ્લાસ્ટ એક્સપોમાં ભાગ લીધો હતો અને આ વખતે પણ અમે ફરીથી ભાગ લીધેલો છે એમને એક આશા હતી કે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ છે તો અમને ઘણો સારો પ્રતિસાદ મળશે અને આશા કરતા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે રિલાયન્સ આઈ.ઓ.સી.એલ. જેવી મોટી કંપનીઓ સાથે જોડાયેલા છીએ.આ એક્સ્પોમાંથી આશરે 500 ઉપર ઇન્કવાયરી મળેલી છે અને 1,500 થીંપાન વધારે કસ્ટમર હાલ મારી પાસે છે.સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર જરૂરથી રોક લગાવવો જોઈએ પરંતુ આપણું જીવન પ્લાસ્ટિક સાથે સંકળાયેલું છે જેથી રિસાયકલ કરી શકાય તેઓ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ન લગાવવો જોઈએ.
અમારી પેઢી દાયકાઓથી આ ક્ષેત્રે કાર્યરત છે: નીલ પટેલ
એમપી મશીન નીલ પટેલ જણાવે છે કે અમે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવીએ છીએ અને છેલ્લા 20 વર્ષથી અમે આ ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ અમે જે મશીન બનાવીએ છીએ તેમાં પ્લાસ્ટિકની કોઈપણ પ્રોડક્ટ જેમકે મોબાઈલ કવર પ્લાસ્ટિક બોટલના ફ્રી ફોર્મ વગેરે જેવી વસ્તુઓ ના મશીન બનાવીએ છીએ અહીંયા આવવાનો એક ફાયદો એ છે કે બધું જાણવા મળે છે જોવા મળે છે કે કોણ માર્કેટમાં શું નવું લાવ્યું છે કોણ શું નવું કરી રહ્યું છે અને આપણી કંપનીને પણ લોકો ઓળખે આપણી કંપની કઈ પ્રકારે કામ કરી રહી છે આવા ઘણા બધા ઘણા બેનિફિટ્સ મળે છે.મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત, ભાવનગર, દિલ્હી મુંબઈથી પણ ઘણા લોકોમાં ભાગ લેવા આવ્યા છે અને ઘણું સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.વિદેશમાં પણ અમે અમારા મશીન એક્સપોર્ટ કરીએ છીએ આફ્રિકા,કેન્યા વગેરે.
અમારા મશીન 100% મેડ ઇન ઇન્ડિયા હોય છે : યોગેશ ગોખલે
અબતક સાથે થયેલી ખાસ વાતચીતમાં કેપટિવા ઇન્ડક્શન મોલ્ડિંગ મશીનના યોગેશ ગોખલે જણાવે છે કે, અમારી કંપની અમદાવાદ સ્થિત છે અમે 100 થી 1000 ટન સુધીની કેપેસિટીમાં મશીન બનાવીએ છીએ બધા ટોગલ ટાઈપ મશીન છે અને આ મશીન 12 વર્ષથી બનાવીએ છીએ.અમારા મશીન 100% મેડ ઇન ઇન્ડિયા હોય છે.દર વખતે અમે આ એક પાર્ટીસિપન્ટ હોઈએ છીએ આ વખતે પણ અમે પાર્ટિસિપન્ટ થયા છીએ અને અમને પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે તમારા રાજકોટમાં પણ ઘણા ગ્રાહકો છે જે અમારા મશીનો વાપરે છે.અમે પીવીસી ફીટીંગ ડિસ્પ્લે કરેલું છે અને એક્સપોર્ટ પણ કરીએ છીએ અહીંયા સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હજી આવતીકાલનો દિવસ પણ બાકી છે તો હજુ પણ સારો બિઝનેસ થાય તેની આશા છે.
નજીકના ભવિષ્યમાં અમારી નવી પ્રોડક્ટ એસી કમ ગીઝર માર્કેટમાં લાવી રહ્યા છીએ : સૌરવ ઉપાધ્યાય
ચિલ્ટન રેફ્રિજરેશનના સૌરવ ઉપાધ્યાય જણાવે છે કે,અમારી કંપની 37 વર્ષ જૂની છે તથા અમારી કંપની પાસે છ પેટન્ટેડ પ્રોડક્ટ છે રેફ્રીજરેશન ઇન્ડસ્ટ્રીમાં.આઈસ્ક્રીમના ડીપ ફ્રીઝર, એમ્બ્યુલન્સના બ્લડ બેગ રેફ્રિજરેટર એ બધા અમારા પેટન્ટેડ પ્રોડક્ટ છે.નજીકના ભવિષ્યમાં અમે એક નવા પ્રોડક્ટ સાથે આવી રહ્યા છીએ જે એ.સી. કમ ગીઝરનું કામ કરશે,એટલે કે એ.સી. પાણી પણ ગરમ કરશે.સૌરાષ્ટ્રમાં હાલ સુધી કંપનીનો વિસ્તાર કર્યો નથી અને એ જ કારણથી અમે આ એક્સપોમાં ભાગ લીધો છે અને આશા કરતા અમને ખૂબ જ વધારે પ્રતિસાદ અહીંથી મળી રહ્યો છે.
અમારી કંપની છેલ્લા 35 વર્ષથી એર કમ્પ્રેસર ફિલ્ડમાં કામ કરે છે : પરેશ તલસાણીયા
અબતક સાથે થયેલી વાતચીતમાં અમદાવાદ સ્થિત કંપની રિયલ એરના પરેશ તલસાણીયા જણાવે છે કે અમારી કંપની છેલ્લા 35 વર્ષથી એર કમ્પ્રેસર ફિલ્ડમાં કામ કરે છે અને અમે ભારતના મોટાભાગના શહેરોમાં એર કમ્પ્રેસર પ્રોવાઇડ કરાવીએ છીએ અને તેની સર્વિસ પણ આવીએ છીએ.અલગ અલગ ફિલ્ડની અલગ અલગ ટેકનિકલ પ્રોડક્ટની જરૂરિયાત મુજબના એરકમ્પ્રેસર પણ અમારે ત્યાં બને છે અને અમે દરેકના કમ્પ્રેસર ની સપ્લાય પણ કરીએ છીએ અને અમારી પ્રોડક્ટના પ્રમોશન માટે અમે આ એક્સ્પોમાં ભાગ લીધો છે અને અમારી ગણતરી એવી છે કે અહીંયા ની જે કંપનીઓ છે તેમાં અમારા કમ્પ્રેસર ની જરૂર પડે તો તેને અમારી પ્રોડક્ટ સપ્લાય કરી અને સર્વિસ આપવા માંગીએ છીએ તે હેતુ માટે અમે આ પ્રદર્શનમાં ભાગ લીધેલો છે.