કોરોના મુકત થયા બાદ બીજી વખત પણ પ્લાઝમા ડોનેટ કરવાની ડો.પારેખની તત્પરતા

કોરોના વાયરસથી સંક્રમીત દર્દીઓમાં પ્લાઝમા થેરાપી ઘણી અસરકારક સાબિત થઈ રહી છે. સ્વસ્થ બનેલ અનેક લોકો પ્લાઝમા ડોનેટ કરવા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે રાજકોટના ડોકટર અંકુર પારેખ. તેમણે સતત બીજી વખત પ્લાઝમા ડોનેટ કરવાની તત્પરતા દર્શાવી છે. આમ, આ માહામારીમાં અન્યોની જીવન રક્ષાના સેવાયજ્ઞમાં ડો. અંકુર પારેખ જેવા અનેક કર્મયોગીઓ યાયોગ્ય  આહુતિ આપી રહ્યા છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસની સારવાર મેળવી સ્વસ્થ બનેલા ડો. અંકુર પારેખે કહ્યું કે, તેઓ ૯ જુલાઈના રોજ મારો કોરોના રિપાર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલમાં ઉત્તમ સારવાર મેળવી, એક અઠવાડિયા સુધી હોમ આઈસોલેશનમાં રહ્યા બાદ સ્વસ્થ બની પ્લાઝમા ડોનેટ કર્યા હતા.

પ્લાઝમા ડોનેટ કરવાને વર્તમાન સમયની માંગ અને નાગરિક ધર્મ ગણાવતા ડો. પારેખે કહ્યું કે, એક ડોક્ટર તરીકે પ્લાઝમા ડોનેશનની મહત્તાથી હુ; ખૂબ સારી રીતે પરિચિત છું. કોરોના વાયરસ દર્દીઓના ફેફસાને અસર કરે છે ત્યારે તેમાંથી રિકવરી મેળવવા માટે પ્લાઝમા થેરાપી ખૂબ અસરકારક પુરવાર થઈ રહી છે. મારા શરીરમાં વિકસિત થયેલા એન્ટીબોડી અન્યોની જીવનરક્ષા માટે ઉપયોગી શઈ શકે તેનાથી ઉત્તમ શું હોય ? આ સાથે તેમણે યુવાનો અને શિક્ષિત લોકોને પ્લાઝમા ડોનેટ કરવા માટે અનુરોધ કર્યો હતો.

રાજકોટ સિવિલ હોસ્પિટલમા પેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવાત હિરલબેન ચૌહાણ કહે છે કે, કોરોના વાયરસથી સ્વસ્થ બનેલા લોકો ૨૮ દિવસ પછી પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા ડોનેટ કરવાી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.