નાના બાળકોને અભ્યાસ માટે આ પેન્સીલનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક લાખ પેન્સીલ વિતરણના ઉમદા સંકલ્પ સાથે મયુર ગોંડલીયા અબતકને આંગણે
આજના સમયમાં આપણે જાણીએ છીએ કે પર્યાવરણ આપણા જીવનમાં કેટલું જરુરી છે. આપણે જાણીએ છીએ કે હાલ ગ્લોબલ વોમીંગના કારણે વરસાદની અનિયમિતા ગરમીનો વધારો આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થઇ રહી છે. જેના કારણે હવાની અંદર ઓકસીઝન કરતા કાર્બન ડાયોકસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે. ઓકસીજન આપણા શરીરમાં પ્રાણ વાયુ સમાન છે. કારણ કે આપણે ખોરાક વિના ૩૦ દિવસ જીવીત રહી શકીએ છીએ. પાણી વિના આપણે ૩ દિવસ જીવીત રહી શકીએ છીએ. પરંતુ આપણા પ્રાણ વાયુ સમાન ઓકસીજન વીના ૩ મીનીટ પણ જીવી શકતા નથી.
પર્યાવરણ બચાવા માટે ઘણા સામાજીક સંસ્થાઓ સાચા દીલથી વૃક્ષારોપણ કરતી હોય છે. પરંતુ દુ:ખદ વાત એ છે કે સંસ્થાઓના પ્રયાસ પછી એની જાળવણી નાગરીકો દ્વારા ગંભીરતાથી થઇ રહી નથી. જેના કારણે આ પ્રયાસો મહંદ હશે એટલા બધા સફળ નીવર્તા નથી. એટલા માટે ટીમેક્ષ ફાઉન્ડેશન દ્વારા યુનાઇટેડ નેશન ના નેજા હેઠળ એક એવી પેન્સીલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે પેન્સીલ નકામા કાગળો માંથી બનાવવામાં આવી છે. અને એ પેન્સીલના ઉપરના ભાગ પર અલગ અલ છોડના બીજ રાખવામાં આવેલા છે. અને આ પેન્સીલ નાના બાળકોને પોતાના અભ્યાસ માટે મફત વિતરણ કરવામાં આવેલ છે. હવે જયારે બાળક આ પેન્સીલ નો ઉપયોગ કરશે પછી જયારે એ પેન્સીલ પુરી થશે પછી ઉપરનો ભાગ બાળક પોતાના સ્કુલના પ્રાંગણમાં અથવા તો પોતાના ઘરના પ્રાંગણમાં જયારે ટુકડો જમીનમા દાઢી દેશે તો ત્યાં છોડનું નિમાર્ણ થાશે અને એ બાળક આ છોડનું જતન કરશે. આ પેન્સીલ દ્વારા માત્ર એક છોડનું નિર્માણ નહી થાય પરંતુ છોડની સાથે સાથે એક ભારતનું ભવિષ્ય બાળક કહેવામાં આવે છે. એ પર્યાવરણ પ્રેમી બાળકનું નિર્માણ થાશે.
આના ભાગરુપે ટીમેક્ષ ફાઉન્ડેશન દ્વારા આજના દિવસે રાજકોટના મેટોડા વિસ્તારની પાઠક પબ્લીક સ્કુલના ૧૦૦૦ થી વધારે બાળકોને મફતમાં આ પેન્સીલનું વિતરણ કરવામાં આવ્યું છે. આની સાથે સાથે બાળકોને પર્યાવરણ બચાવે સ્વચ્છ ભારત અભિયાન મારો દેશ મારી જવાબદારી આ બધા વિશે ટીમેક્ષ ફાઉન્ડેશનના ચેરમેન હીરેનભાઇ પટેલ અને ટીમેક્ષ ફાઉન્ડેશનના યુવાનો મયુરભાઇ ગોંડલીયા, રાહુલ રાઠોડ રાહુલ દેથરીયા, ધર્મેશ વાળા, ચીરાગ ભુત, જીગ્નેશ પટેલ દ્વારા બાળકોને માહીતી આપવામાં આવી હતી.
ટીમેક્ષ ફાઉન્ડેશનના યુવાનો દ્વારા અત્યાર સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ૪૦૦૦૦ થી વધારે આ પ્રકારની પેન્સીલનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોમાં ૧૦૦૦૦ થી વધારે પેન્સીલ નું વિતરણ કરવાનો સંકલ્પ લીધો છે.