રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ રોજ રાજ્યના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદીનથી વન ડે થ્રી વોર્ડ અંતર્ગત વોર્ડ નં-૦૧,૦૨ અને ૦૪માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. તે મુજબ ચાલુ વર્ષે પણ આજ ૨જી ઓગસ્ટના રોજ માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે થ્રી વોર્ડ અનુસંધાને વોર્ડ નં-૦૧, ૦૨, અને વોર્ડ નં-૦૪માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં વોર્ડ નં-૦૧માં લાખના બંગલાવાળા રોડ પર વૃક્ષારોપણ યોજાયો, જેમાં મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, વોર્ડ નં-૦૧ના કોર્પોરેટર બાબુભાઈ આહીર, આશિષભાઈ વાગડિયા, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, ગાર્ડન સમિતિના ચેરમેન વિજયભાઈ વાછાણી, મુકેશભાઈ દોશી, રાજકોટ શહેર મંત્રી ચારુબેન ચૌધરી, વોર્ડ નં-૦૧ના પ્રમુખ રસિકભાઈ બદ્ર્કીયા, કાનાભાઈ ખાણધર, મહિલા મોરચાના કમળાબેન આહીર, રમાબેન વાઘેલા, તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-૦૨માં જામનગર મેઈન રોડ પર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિના ચેરમેન મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, પુર્વ ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, વોર્ડ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, નલીનભાઈ ઝવેરી, પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઈ પરમાર, મહિલા મોરચાના દિવ્યાબેન રાવલ, આ વિસ્તારના અગ્રણી ચંદ્રસિંહ જાડેજા, ગુલાબસિંહ જાડેજા, આ ઉપરાંત દીપાબેન કાચા, કૌશિકભાઈ અઢીયા, ભરતભાઈ વીરડા, ભાણુભા, રાજુભાઈ પારેખ, પંકજભાઈ, લીલાબા જાડેજા, સીમાબેન, ગૌતમભાઈ વાળા, નૈમીશભાઈ, કનૈયાભાઈ, અશ્વિનભાઈ અઢીયા, અનુબેન પરમાર, દુર્ગાબેન, પ્રફુલભાઈ બોરીસાગર, તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.
વોર્ડ નં-૦૪માં મધુવન ગાર્ડન પાસેનું રોયલ પાર્ક, સરદાર પાર્કના મુખ્ય રસ્તા પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, ધારસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સામાજિક અગ્રણી શ્રી રમેશભાઈ ટીલાળા, તથા વી.ટી વૈષ્ણવ, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રમુખ સંજયભાઈ ગૌસ્વામી, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરિયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં-૦૪ મહામંત્રી સી.ટી પટેલ, કાનાભાઈ ડંડૈયા, તથા વોર્ડ અગ્રણી રામભાઈ બિહારી, જેન્તીભાઈ ધાંધલ, લલીતભાઈ ઘેટિયા, વિજયભાઈ બોરીચા, તેમજ સ્થાનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્થિત રહેલ.