ઓખાની કેન્દ્રીય વિદ્યાલય સ્કુલમાં ધો.૧ થી ૧૨માં કુલ ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જેમાં સી.એસ.ઈ બોર્ડના અભ્યાસને કારણે અહી નેવી, કોસગાર્ડ અને ડિફેન્સ સ્ટાફના બાળકો વધારે જોવા મળે છે. અહીના પ્રીન્સીપાલ અનીલકુમાર જૈન અને ઉચ્ચ શિક્ષક સ્ટાફ દ્વારા અહી શિક્ષણ સાથે અનેક એકટીવીટી પ્રવૃત્તિઓ પણ ચલાવવામા આવે છે.
ઓખા કેવી પ્રીન્સીપાલ અનીલકુમાર જૈનના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત વૃક્ષારોપણનો અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્કુલના બાળકોની બ્લુ, યલો,ગ્રીન અને રેડ એમ ચાર અલગ અલગ ટીમ બનાવી શાળાના વિશાળ મેદાનમાંઅલગ અલગ ફૂલો અને ફળના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. આ વૃક્ષ મહોત્સવ ૨૦૧૮ને સફળ બનાવવા પ્રીન્સીપાલ સાથે રાજેશ વર્મા, મુકેશભાઈ મેઘવાલ, નરેન્દ્ર પુનીયા, સુજીત જનાર્ધન, અમીત વ્યાસ, રાજેશ બારીયા, વિક્રમ કુમાર વગેરે તમામ સ્ટાફ ગણો એ ખૂબજ સારી જહેમત ઉઠાવી હતી. અને બાળકોએ પણ વૃક્ષો વાવો વૃક્ષો બચાવોના નારા
સાથે તમામ ઘરોમાં એક એક વૃક્ષ વાવાનો સંકલ્પ કર્યો હતો. વર્તમાન સમયમાં પર્યાવરણ બચાવવા વૃક્ષોનું વાવેતર અને વૃક્ષોને બચાવવો એજ શ્રેષ્ઠ ઉપાય છે.