પર્યાવરણલક્ષી ૧૦૦ વૃક્ષોનું કુલપતિ ઉપકુલપતિ અને સિન્ડીકેટ સભ્યોના હસ્તે વુક્ષારોપાણ કરાયું: નવરંગ નેચર કલબના વી.ડી. બાલા, વિજયભાઈ ડોબરીયા સહિતના ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સીસીડીસી પરિસરમાં વિદ્યાર્થીઓને પર્યાવરણ લક્ષી પ્લેટફોર્મ અને કુદરતી વાતાવરણમાં ગ્રીન રીડીંગ સુવિધા ભવિષ્યમાં ઉપલબ્ધ થાય તે સંદર્ભે જાણીતા લેખક, પત્રકાર, પ્રોફેસર, પદ્મશ્રી નગીનદાસ સંઘવી સ્મૃતિ ઉધાન રૂપી વૃક્ષારોપણ કાર્યક્રમ નગીનદાસ સંઘવી સત્તાયું સન્માન સમિતિ મારફત યોજાયો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પર્યાવરણલક્ષી ૧૦૦ મોટાવૃક્ષો જેવા કી પીપડો, આંબલી, લીમડા, કરંજ, બોરસરી, વડ વગેરેનું પ્રોટેકશન જેકેટ (પાંજરા) સાથે રોપણ કરવામાં આવેલ હતુ વૈશ્વિક્સ્તરે જયારે કાર્બન ક્રેડિટ અને પર્યાવરણની જાળવણી માટે મહત્તમ વૃક્ષોની વાવણી આજની અગત્યની જરૂરીયાત છે.ત્યારે સીસીડીસી સૌ.યુનિ.ના પરીસરમાં રેગ્યુલર ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ માટે આવે છે તેમને ગ્રીન વાંચનાલય વ્યવસ્થા કુદરતી વાતાવરણમાં મળી રહે તે પ્રકારે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં યુનિ.ના કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, સિન્ડીકેટ સદસ્યો ડો. ભાવિનભાઈ કોઠારી, ડો. ગિરીશભાઈ ભીમાણી, ડો. ધરમભાઈ કાંબલીયા, ડો. હરદેવસિંહજી જાડેજા, ડો. પ્રફુલ્લાબેન રાવલ, પ્રિન્સીપાલ ડો. નિદતભાઈ બારોટ, ડો. મહેશભાઈ ચૌહશણ, ફુલછાબમાં તંત્રી કૌશિકભાઈ મહેતા, નવરંગ નેચર કલબના વી.ડી.બાલા, વિજયભાઈ ડોબરીયા, સીસીડીસી સંયોજક ડો. નિકેશભાઈ શાહ, ગીરીરાજ ગ્રુપના રમેશભાઈ ઠકકર, અજયભાઈ જોષી, શારીરીક શિક્ષણ નિયામક ડો. ધીરેનભાઈ પંડયા, યુનિ.ના ઈજનેર વશરામભાઈ ડાંગસીયા, ટીમ સીસીડીસી અને ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓના હસ્તે ૧૦૦ મોટા વૃક્ષોની વાવણી કરવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ વિજયભાઈ દેશાણીના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસીનાં સંયોજક ડો. નિકેશભાઈ શાહ, સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, હેતલબેન ગોસ્વામી, દિપ્તીબેન ભલાણી, સોનલબેન નિમ્બાર્ક આશીષભાઈ કીડીયા, હીરાબેન કિડીયા, કાંતીભાઈ જાડેજા વિગેરે જહેમત ઉઠાવી હતી.