વિશ્વમાં વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગમાં પડકારો સામે સરકારે પ્રકૃતિને બચાવવા મોટાપાયે વનીકરણની ઝુંબેશ હાથધરી છે. તેવા સમયે ચાંદલી અને નિકાવા વચ્ચે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે માજી વન અને પર્યાવરણ મંત્રી એવા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા માજી ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાનીમાં પર્યાવરણના રક્ષણ માટેની ઝુંબેશના ભાગપે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંદિરના મહંત તેમજ નરશીભગત ટીંબડીયા, વૃક્ષપ્રેમી ચુનીભાઈ સાવલીયા કે જેમણે મંદિર પરિસરમાં ૯૦૦થી વધુ વૃક્ષો વાવીને મોટા કર્યા છે તથા ઈન્દ્રેશ્વર મહાદેવ-ધ્રોલના સાધક જાદવભાઈ સઘાણીનું ગોવિંદભાઈ પટેલે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તથા મોટી સંખ્યામાં આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે આજુબાજુના તમામ ગામો ધોરાજીના સરપંચ અશ્વીનભાઈ મેનપરા, નથુભાઈ માટીયા, લક્ષ્મણભાઈ મેનપરા, મગનભાઈ નરશીભાઈ, બાબુભાઈ ટીંબડીયા, રમેશભાઈ સોજીત્રા, ડાયાભાઈ કોટડીયા, ગોરધનભાઈ કોટડીયા, જયંતીભાઈ મેનપરા, રાજેશભાઈ સોજીત્રા, ભરતભાઈ વરસાણી, નીકાવાના સરપંચ રાજુભાઈ મારવીયા, ભીખાભાઈ મારવીયા, ગોરધનભાઈ મીસ્ત્રી, રાજસીભાઈ ભુવા, કેશુભાઈ બોધરા, કેશુભાઈ મારવીયા, ભાવેશભાઈ મારવીયા, ચાંદેલીયાના સરપંચ વિપુલભાઈ મોરડ, મોહનભાઈ ખુંટ, છગનભાઈ મોરડ તથા બહોળી સંસ્થામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નિવૃત આર.એફ.ઓ.ભાગીયા, ડો.છગનભાઈ ખુંટ, પ્રદીપભાઈ સોજીત્રા, ડો.દિપકભાઈ પીપળીયા વગેરે આગેવાનો દ્વારા થયું હતું.