મહામારી વચ્ચે સરળતાથી ઔષધિ મળી રહે તે માટે ઔષધીય વનસ્પતિ બોર્ડ અને મહિલા વિકાસ સેવા મંડળનું આયોજન

વર્તમાન પરિસ્થિતિમાં કોરોના ની મહામારી થી સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહ્યું છે તેની સામે રક્ષણ મેળવવા તેમજ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખાસ કરીને આપણી જૂની ઔષધીય વનસ્પતિ નું બાળકોની અંદર તેની ઓળખ  સમજ તેમજ તેના ઉપયોગની માહિતીના હેતુને ધ્યાનમાં લઇ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા પડધરીની લોટસ સ્કુલમાં આશરે ૫૦૦૦થી વધારે ઔષધીય વનસ્પતિ જેવી કે તુલસી, એલોવેરા, નગોડ, અરડૂસી, બીલી કરંજ, સવન, સરગવો જેવી  વિવિધ ઔષધીય વનસ્પતિનું પ્લાન્ટેશન કરેલ હતુ.

કાર્યક્રમ શાળામાં ચાર દિવસ સુધી ચાલેલો હતો જેમાં રોપાનું વાવેતર કરી સાથે સાથે જૈવિક ખાતર તેમજ સૌંદર્ય ખાતર નાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ખાસ હેતુ આ વનસ્પતિ ઔષધીય શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ અને લોકોને ઔષધી કોવિડની પરિસ્થિતિમાં વિનામૂલ્યે મળી રહે તેવો હતો કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટના પરેશભાઈ કારીયા તેમજ તે મહિલા મંડળના સંસ્થાના પ્રમુખ  ઉષાબેન દ્વારા સારી એવી જેહેમત ઉઠાવી અને  સતત હાજરી આપી અને કાર્યક્રમને સારી રીતે સફળ બનાવેલ. લોટસ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી  મુકેશભાઈ તેમજ સુધીરભાઈ અને શાળાના આચાર્ય  કિશોરભાઈ તેમજ શાળાના અન્ય સ્ટાફ મિત્રોએ સતત હાજરી આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.