મનપા દ્વારા દર વર્ષે ઓગસ્ટ માસમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ૨જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના જન્મદિન અંતર્ગત વન ડે ફરી વોર્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમનો શુભારંભ કરાયેલ હતો જે અંતર્ગત આજરોજ વોર્ડ નં-૧૭, ૧૨, અને વોર્ડ નં-૧૮માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

જેમાં વોર્ડ નં-૧૭માં આહીર ચોકની બાજુમાં અટિકા ઇન્ડ. પરમેશ્વર ચોકી વૃક્ષારોપણ યોજાયો, જેમાં, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, કોર્પોરેટર અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી, પ્રભારી જીજ્ઞેશભાઈ જોષી, મહામંત્રી ઇન્દ્રસિંહ જાડેજા તેમજ વોર્ડ અગ્રણી રહેવાસીઓ વિગેરે ઉપસ્તિ રહ્યાં હતા.

વોર્ડ નં-૧૨માં મવડી મેઈન રોડ, સ્વામીનારાયણ મંદિરની બાજુી વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં, મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન વિજયાબેન વાછાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પ્રભારી ડો. પ્રદીપભાઈ ડવ, મહામંત્રી મૌલિકભાઈ દેલવાડિયા, તેમજ વોર્ડ અગ્રણીશ્રી જયભાઈ ગજ્જર, કીશનભાઈ ટીલવા, કિરણબેન સોરઠીયા, વિનોદભાઈ સોરઠીયા, શક્તિસિંહ ઝાલા, મહેશભાઈ રાઠોડ, સુરેશભાઈ સોરઠીયા તેમજ સનિક કાર્યકરો, રહેવાસીઓ, વિગેરે ઉપસ્તિ રહ્યાં હતા.

વોર્ડ નં-૧૮માં કોઠારીયા મેઈન રોડ, રણુજા મંદિરી આગળ, નવી પોલીસ ચોકી પાસે, વોર્ડ ઓફીસની બાજુમાંથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પ્રમુખ રાજુભાઈ માલધારી, મહામંત્રી સંજયસિંહ રાણા, દિનેશભાઈ લીંબાસીયા, તેમજ વોર્ડ અગ્રણી હાજર રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.