વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતને આર્થિક મહા સત્તા બનાવવાના સપનાને સાકાર કરવા માટે તબક્કાવાર આયોજન અને એક પછી એક પગલાં લેવાય રહ્યા છે ,ત્યારે આર્થિક મહાસત્તા માટે જરૂરી એવા તમામ આયામો નું ઘડતર ,અમલ અને તેની ફળશ્રુતિ માટેના રોડ મેપ પર આગળ વધી રહેલ અર્થતંત્રના સારા ફળનું પ્રતિબિંબ શેર બજારમાં દેખાવા લાગ્યું છે .
આજે ભારતીય શેર બજારમાં એક નવો ઇતિહાસ રચાયો છે ..અને ભારતીય બ્રાન્ડ નેમ ટાયર કંપની “એમ આર એફ કંપની” નો શેર રૂપિયા એક લાખને પાર થઈ 1,00,043.80 ના ભાવે પહોંચીને સૌથી મોંઘો શેર થઈ ગયો છે વિશ્વના 10 સૌથી થી મોટા શેરમા માં એમ આર એફ ની સામેલગીરી વિશ્વભરના રોકાણકારો માટે ભારતની બજારે વિશ્વાસનું પ્રમાણપત્ર મેળવી લીધું છે.
અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર નું કદ આપવા માટે સ્થાનિક ઉદ્યોગો કૃષિ ની સાથે સાથે વિદેશી મૂડી રોકાણ પણ અગત્યનું પરિબળ ગણાય છે. પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ અર્થતંત્રને આપવા માટે સરકાર દ્વારા અપનાવવામાં આવેલા આત્મ નિર્ભર ભારત ના પરિણામો મળવા લાગ્યા છે સ્થાનિક જરૂરિયાતો માટે સ્થાનિક ઉત્પાદનો નો મહત્તમ ઉપયોગ કરી મોંઘો વિદેશી હૂંડિયામણ બચાવી લેવામાં મહદ અંશે સફળતા મળી છે, ભૂતકાળમાં જાપાન જર્મની ચીન કોરિયા દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી કરવામાં આવતી આયાત ઓછી કરવા માટે સ્થાનિક ધોરણે ઉત્પાદનની સાથે સાથે ઘરેલુ જરૂરિયાતો અહીંથી જ પુરી થઈ જતી હોવાથી ટેક્સટાઇલ ફાર્માસ્યુટિકલ કૃષિ ,મશીનરી અને ઇલેક્ટ્રોનિક આઈટમ ની 700 થી વધુ વસ્તુઓ નું હવે ઘર આંગણે ઉત્પાદન શરૂ થયું છે .આથી ચીન જાપાન જર્મન સહિતના ભારત માટે સૌથી મોટા નિકાસ કાર દેશો પરની નિર્ભરતા ઓછી થઈ છે ,અને ભારત સરક્ષણ થી લઈને દવા ઉદ્યોગ ,મશીનરી માં અનેક દેશો માટે નિકાસકાર બન્યું છે,
ભારતીય શેર બજાર માં વિશ્વાસ નું વાતાવરણ સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ દર વૃદ્ધિ અને સ્થિર કાયમી લાંબાગાળાની નીતિના કારણે ભારતીય કંપની એમ આર એફ એક લાખના સિડ્યુલ માં પહોંચવામાં સફળ થઈ છે વિદેશી મૂડી રોકાણ ક્ષેત્રે પણ ભારતીય બજાર વિશ્વાસપાત્ર બની છે જે દેશનું મૂડી બજાર સક્ષમ અને વિકસિત હોય ત્યાં નો અર્થ તંત્ર મજબૂત હોય તેની પ્રિતીથી જ અર્થતંત્રના સશક્તિકરણની સાક્ષી પૂરે છે.
ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટેના તૈયાર રોડ મેપ પર લક્ષ્ય સુધી પહોંચતા હવે જાજો સમય નહીં લાગે તેવો વિશ્વાસ વૃદ્ધિદરની સાથે સાથે મૂડી બજારમાં પણ દેખાઈ રહ્યું છે