કદાવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિતે યોજાયો ભવ્ય લગ્નોત્સવ
જામકંડોરણા ખાતે સોરાષ્ટના ખેડૂત નેતા માજી સાંસદ સ્વ.વિઠ્ઠલ રાદડીયાની પુણ્યસ્મૃતિમાં લેઉવા પટેલ વિદ્યાર્થી ભુવન ખાતે સાતમો સમુહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ શાહી સમુહ લગ્નમાં ૧૬૫ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા ‘લાગણીના વાવેતર’ શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. ૨૪ ફેબ્રુઆરીના રોજ જામકંડોરણા ખાતે યોજાયેલા લગ્ન સમારોહમાં ૧૬૫ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. પિતા વિઠ્ઠલ રાદડિયાની સ્મૃતિમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેનું સમગ્ર સંચાલન જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં કરાયુ હતું
જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા લાગણીના વાવેતર શાહી સમૂહ લગ્ન વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં જામકંડોરણા ખાતે યોજાયા હતા. ૭મો લેઉવા પટેલ સમાજનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમૂહ લગ્ન સમારોહમાં ૧૬૫ લેઉવા પટેલ સમાજની દીકરીઓનું કન્યાદાન માજી કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતીને ઘર વસાવવા માટે ફ્રીજ, સોનાના દાણા સહિતની ૧૨૩ આઈટમ કરિયાવર આપવામાં આવી હતી.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, નરેશભાઈ પટેલ, વસંતભાઈ ગજેરા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ડો. ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિત ધારાસભ્યો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોએ ખાસ હાજરી આપીને નવદંપતીને શુભેચ્છા આપી હતી. આ તકે લેઉવા પટેલ સમાજના આગેવાનો રાજ્યભરમાંથી નવયુગલોને આશીર્વાદ આપવા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન જયેશ રાદડિયાની આગેવાનીમાં થયુ હતં. સામાજિક જવાબદારીના ભાગરૂપે એક સુખી સંપન્ન પરિવાર લગ્ન કરે તે જ રીતે જાજરમાન લગ્નનું આયોજન કરાયું હતું. જેમાં ભવ્ય વરઘોડો જામકંડોરણા ગામમાંથી નીકળ્યો હતો. જેમાં ૨૫ વિન્ટેજ કાર, ખુલ્લી જીપ, શણગારેલી મોટર કાર અને ઘોડાના કાફલા સાથે આ વરઘોડા નીકળ્યા હતા. વરઘોડામાં પાંચ ડીજેના વાહનો, ઢોલ મંડળીઓ, બેન્ડવાજાના ગ્રૃપ જોડાશે આ વરઘોડો જામકંડોરણાના મુખ્ય માર્ગો પર ફરી હતી. ત્યારબાદ લગ્નવિધીની શરૂઆત થઈ હતી.
આ શાહી લગ્નોત્સવમાં સમસ્ત પટેલ સમાજ તરફથી દરેક દિકરીને પાનેતરથી માંડી ધરવખરીની તમામ સરસામાનની કુલ ૧૨૩ આઇટમ ઉપરાંત શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવી હતી. જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય તથા કુમાર છાત્રાલયના પ્રમુખ ધારાસભ્ય જયેશ રાદડીયાની આગેવાનીમાં શાહી લગ્ન સમારંભનું આયોજન કરાયું હતું. જામકડોરણામાં એક સાથે ૧૬૫ વરરાજાઓનો વિરાટ વરઘોડો નિકળ્યો હતો.
નવદંપતીને કરિયાવરમાં ૧૨૩ જેટલી ચીજ વસ્તુઓની ભેંટ
એક દીકરી પિતાના ઘરેથી વિદાય લે ત્યારે તેને ઉપયોગી જીવન જરૂરી તમામ વસ્તુઓ પિતા કરિયાવર સ્વરૂપે આપતા હોય છે. જે દરેક પિતા દીકરીને લાગણીથી આપતા હોય છે. ત્યારે આ સમૂહલગ્નોત્સવમાં પણ જયેશ રાદડિયા દ્રારા ભાગ લેનાર દંપતીને ૧૨૩ આઇટમો કરિયાવાર સ્વરૂપે આપવામાં આવી હતી. જેમા સોનાના દાણા ૨ નંગ, ફ્રિઝ, ડબલ બેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજા અને વરકન્યા માટે સૂટ આ ઉપરાંત શ્રીમદ ભાગવત ગીતા, સાવજનું કાળજું બુક પણ કરિયાવારમાં અર્પણ કરવામાં આવી હતી.
જીવન જરૂરિયાતની મોટાભાગની ચીજ વસ્તુઓ દીકરીઓને અપાઈ
આ સમૂહ લગ્ન માં દિકરી ઓ ને સમસ્ત સમાજ તરફથી રોકડ ચાંદલો ૨૨૨૨ અને સોના-ચાંદીના દાગીના કુલ ૧૨૩ ચીજવસ્તુઓનો દિકરીઓને કરીયાવરમાં આપવાં આવેલ છે. જેમાં સોનાના દાણા નંગ-૨, ફ્રિજ (કેલ્વીનેટર) ૧૯૨ લીટર, વુડન ડબલ બેડ, સોફા ૩ સીટર-, વુડન કબાટ વીથ ડ્રેસીંગ, ટીપોઇ, ડબલ બેડ ગાદલુ, ઓશીકા, ડબલ બેડશીટ સેટ, બ્લેન્કેટ, ટોવેલ, કપલ વોચ સેટ, લેડીઝ કાંડા ધડિયાળ, સોનાના ગ્રામવાળુ મંગલસુત્ર, સોનાના ગ્રામવાળી બુટી, ચાંદીના પાયલ સાંકળા જોડી, ચાંદીનો ડાયમંડ બ્રેસલેટ, ચાંદીનો કેડ કંદોરો, ચાંદીના પગ માછલી જોડી, ચાંદીની લક્ષ્મીજીની મુર્તિ, ચાંદીના ગણપતિની મુર્તિ, ચાંદીની કંકાવટી, ચાંદીની ગાય, ચાંદીનો તુલસીનો ક્યારો, ગ્લાસટોપ ગેસ ચુલો, મીક્ષ્ચર, ઇસ્ત્રી, ટોસ્ટર, બ્લેન્ડર, ઇલેક્ટ્રીક પંખો, ટ્રોલી બેગ, ટ્રાવેલીંગ બેગ, વરરાજા શુટ, વરરાજા બુટ જોડી, પાનેતર, સલવાર શુટ, ડિઝાઇનર સાડી નંગ, ખુરશી, કુકર, દીવાલ ધડિયા, આસ્કા જ્વેલરી બોક્ષ, પીતળની કંકાવટી, બાજોઠ, પુજા થાળી પાન લેમીનેશન, મુખવાસદાની રજવાડી, લોટી નાળીયેર, કાંસાનો વાટકો, ત્રાંબાની ૧૨ લીટરની પાણીની ટાંકી, ત્રાંબાનો લોટો, સ્ટીલનું બેડુ, કોપર કડાઇ, ત્રાંબાનો ત્રાસ, મીલ્ટોન ટીફીન, પીતળનો દીવો, કેશરોલ સહીતની ૧૨ વસ્તુઓ કરીયાવરમાં અપાઈ હતી.
સામાજિક કાર્યમાં સમાજનો અભૂતપૂર્વ પ્રતિસાદ
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા ૧૬૫ નવયુગોલોના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્યારે લેઉવા પટેલ સમાજ દ્વારા આ પ્રસંગમાં અભૂતપૂર્વ સહકાર આપવામાં આવ્યો હતો. રાજ્યના દરેક છેડેથી લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠિઓ અને દાતાઓએ ખોબલે ખોબલે સહકાર આપીને સમગ્ર આયોજનને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમમાં આ તમામ દાતાઓ અને શ્રેષ્ઠિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘અબતક મીડિયા’ના માધ્યમ થકી લાખો લોકોએ શાહી લગ્નોત્સવ જીવંત નિહાળ્યો
જામકંડોરણા ખાતે યોજાયેલ ૧૬૫ નવયુગલોના શાહી ઝાઝરમાન લગ્ન ઉત્સવનો સમગ્ર કાર્યક્રમ અબતક મીડિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્લેટફોર્મ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અબતક મીડિયાના લાઈવ માધ્યમ થકી સૌરાષ્ટ્ર અને ગુજરાતના લાખો લોકોએ સમગ્ર કાર્યક્રમ જીવંત નિહાળ્યો હતો.