પર્યાવરણ બચાવવા આઝાદ શાખાના યુવાનો દ્વારા પ્રેરક અભિયાન

ટંકારા : વૃક્ષ વાવો પર્યાવરણ બચાવોના અભિયાનને આગળ ધપાવતા હડમતિયાના યુવાનો અને વડીલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર ગામમાં જુદી – જુદી જગ્યાએ પીપર, વડ, ઉમરો, લીમડો જેવા વૃક્ષો વાવી વૃક્ષ ઉછેરવા સંકલ્પ કરાયો હતો.

ટંકારા તાલુકાના હડમતિયા ગામે આઝાદ શાખાના નવયુવાનો તેમજ ગામના વડિલો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણને જીવંત રાખવા ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જેમાં યુવાનો તેમજ વડિલો દ્વારા પીપર, વડ, ઉમરો, લીમડા જેવા વૃક્ષ વાવીને દરેક વૃક્ષનું જતન થાય તે હેતુથી ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ-રાજકોટ  દ્વારા આપવામાં આવેલા  પિંજરાથી દરેક વૃક્ષોને સુરક્ષિત બનાવાયા હતા.IMG 20180720 WA0032હડમતિયામાં આર.એસ.એસ.ની આઝાદશાખા ના લવરમુછીયા યુવાનોને દેશના પર્યાવરણનું જતન કરવું તે આપણી પહેલી પ્રાથમિકતા હોવાનું જણાવી વૃક્ષ ઉછેરનો સંકલ્પ કર્યો છે.હડમતિયાના આ નવયુવાનોના ભગીરથ કાર્યથી દેશના દરેક ખૂણે આ પેગામ પહોચે અને દેશમા હરિયાળી ક્રાંતિ લાવવામાં સૌ કોઈ સહભાગી બની એવી અપીલ પણ તેઓએ કરી છે, વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં પર્ણો પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે.  વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ અટકાવે છે.

વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. કેટલાંક વૃક્ષોના મૂળિયાં અને પર્ણો ઔષધિ તરીકે વપરાય છે. કેટલાંક વૃક્ષોનાં પાન પડિયા-પતરાળાં બનાવવાના કામમાં આવે છે. વૃક્ષો વાદળને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુ-પંખીઓ, વટેમાર્ગુઓનું વિશ્રામ સ્થાન છે. વળી વૃક્ષો ધરતીની શોભા છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિહોણા શીશ જેવી ઉજ્જડ લાગે છે.

બીજી બાજુ જેટલાં વૃક્ષો કપાયાં, તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ. પરિણામે વન્સ્પતિ ઘટતાં વરસાદનું પ્રમાણ સતત ઘટતું રહ્યું અને ભૂગર્ભજળનું સ્તર સતત નીચું ઊતરતું ગયું.રહી રહીને હવે આપણને વૃક્ષોનું મહત્વ સમજાવા લાગ્યું છે આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યાં છે : “વૃક્ષો વાવો, જીવન બચાવો”,  “વૃક્ષનું જતન તો આબાદ વતન”, “એક બાળ એક ઝાડ”  વગેરે સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.