આગામી ૨૨મીએ લત્તા મંગેશકરની જન્મદિન નિમિતે એક શામ લત્તા કે નામ કાર્યક્રમનું આયોજન

રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા કોયલાણા આદર્શ વિધા મંદિરમાં તેમજ સુલભ શાક માર્કેટનાં સાર્વજનીક પ્લોટમાં તેમજ સોંદરડા રોડ પર ઉદ્યોગનગરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ આ વૃક્ષારોપણમાં રોટરી કલબ ઓફ કેશોદના પ્રમુખ સેક્રેટરી તથા બધા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી ટોટલ ૧૭૦ વૃક્ષોનું રોપણ કર્યું.

વૃક્ષો ઉછેરની જવાબદારી જે તે એરીયાના સ્થાનિકોએ લીધી ઉદ્યોગનગરમાં વેણુ ઈન્ડસ્ટ્રીઝવાળા રાજુભાઈ માખણસા તથા સુલભ શાક માર્કેટમાં મિલનભાઈ ધામેચા તથા ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ દરેક વૃક્ષને પાંજરા સાથે ઉછેરવાની જવાબદારી લીધી. આ સિવાય રોટરી કલબ ઓફ કેશોદ દ્વારા કેરળમાં આવેલ પુરગ્રસ્ત લોકોને ૧૫૦૦૦ની જરૂરીયાતવાળી દવાઓની સહાય મોકલાવી તેમજ આગામી ૨૨ના રોજ લતા મંગેશકરની જન્મ જયંતિ નિમિતે એક શામ લતા કે નામ કાર્યક્રમનું આયોજન કડવા પટેલ સમાજ, આંબાવાડી ખાતે રાત્રે ૯ કલાકે રાખેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.