રાજય અને દેશભરમાં છેલ્લા દાયકામાં વૃક્ષોના વાવેતરમાં ધરખમ ઘટાડાને કારણે અનેક આપતિના ઓછાયા વર્તાયા છે. ત્યારે ‘મારૂ ઉપલેટા બનશે લીલું છમ્મ’ અંતર્ગત આવતીકાલે પાલિકા દ્વારા વિવિધ સંસ્થાઓની મદદથી શહેરમાં સાત હજાર વૃક્ષોના રોપાનું વાવેતર અને વિતરણ કરવામાં આવશે.

આ અંગે માહિતી આપતા શહેરના પ્રથમ નાગરીક અને ક્રિષ્ના ગ્રુપના ધરોહર મયુરભાઇ સુવાએ જણાવેલ કે મારૂ ઉપલેટા બને લીલુ છમ્મ શહેરને ગ્રીન સીટીના સંકલ્પ સાથે નગરપાલિકા, નવરંગ નેચર કલબ, મિશન અભિમન્યુ, સામાજીક વનીકરણ વિભાગ, મધર્સ પ્રાઇડ સ્કુલ સહિત વિવિધ સંસ્થાના સહયોગથી આવતીકાલે તા.4ને રવિવારના રોજ સવારે 10 કલાકે ભગવતસિંહજી ક્ધયા શાળાના ગ્રાઉન્ડમાં રાજયસભા રામભાઇ મોકરીયાના અઘ્યક્ષ સ્થાને યોજાશે, જેનું દિપ પ્રાગટય રાજયના મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમ્યાન શહેરને ગ્રીન બનાવવા ત્રણ હજાર વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવશે તેમજ શહેરની જુદી જુદી સંસ્થાના સહયોગથી ત્રણ હજાર જેટલા ફુલછોડના રોપાનું પણ વિતરણ કરવામાં આવશે તેમજ શહેરની સર્વે શ્રેષ્ઠ મધર્સ ઇન્ટરનેશનલ સ્કુલના વિવિધ ગ્રાઉન્ડમાં એક હજાર રોપાનું વાવેતર કરી શહેરમાં કુલ સાત હજાર વૃક્ષોના રોપાનું વાવેતર કરી શહેરને ગ્રીન સીટી બનાવવામાં આવશે.

પર્યાવરણ પ્રેમીઓની મહેનત રંગ લાવી

શહેરના પ્રથમ નાગરીક મયુર સુવા દ્વારા શહેરના તમામ પર્યાવરણ પ્રેમીઓની મિટીંગ ક્રિષ્ના ફાર્મ હાઉર્સ યોજી તેમાં શહેરની ગ્રીન બનાવવા માટેના અભિપ્રાયો જાણી વૃક્ષો રોપણનું મહાઅભિયાન ઉપાડવાની હાંકલ કરતા શહેરની વિવિધ પ1 જેટલી સંસ્થાના સહયોગથી આ અભિયાન હાથ ધરવાનું નકકી કરવામાં આવેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.