- જનમાનસમાં પર્યાવરણ પ્રશ્ને જાગૃતતા વધે – લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તા. 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઊજવણી કરવામાં આવે છે. લક્ષ્યાંકો નિયત કરવામાં આવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે સાથે પર્યાવરણના સામેના ખતરાઓમાં ધટાડો થાય. પર્યાવરણ જાળવણીથી જ ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં ધાસચારો, વનિલ ઉઘોગોને પૂરતો લાકડાનો જથ્થો, રોજગારીની ઉપલબ્ધિ, પ્રાકૃતિક તત્વોની જાળવણી કરી શકાય. આપણા પર્યાવરણમાં થતાં હવા, જળ, જમીન અને અવાજનું પ્રદૂષણ રોકવું અને આવા પ્રદૂષણો દ્વારા પર્યાવરણને નુકશાન થતું અટકાવવું.એ ખાસ ઉદ્દેશ થી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે
દીનદયાળ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ઓફિસર્સ ક્લબ, ગોપાલપુરી ખાતે યુએન ડીકેડ ઓન ઇકોસિસ્ટમ (2021-2030) પછી જમીન પુન:સ્થાપન, રણ અને દુષ્કાળની સ્થિતિ સ્થાપકતા થીમ સાથે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી. નંદેશ શુક્લા, અધ્યક્ષ અને વી. રવિેન્દ્ર રેડ્ડીએ, મુખ્ય ઈજનેર ઉપસ્થિતોને તેમના પ્રેરણાદાયી શબ્દોથી પ્રોત્સાહિત કર્યા. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ગાંધીધામ નગરપાલિકા, કેએલટીટીએ, રોટરી ક્લબ, સીઆઈએસએફ અને એન.એમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા એનજીઓના પ્રતિષ્ઠિત મહેમાનોએ ઉજવણીમાં હાજરી આપી હતી. કંડલા સાથે એએએસ ફાઉન્ડેશન, ઓઆઇએસએફ યુનિટ ડીપીએ કંડલા અને રોટરી ક્લબે ડો.બાબાસાહેબ આંબેડકર ક્ધવેન્શન સેન્ટર, ગાંધીધામ ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ રોટરી ફોરેસ્ટ વિસ્તાર આવે છે. આ ઇવેન્ટ આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ભાવના સાથે સમાપ્ત થઈ, જે આપણા રોજિંદા જીવનમાં પર્યાવરણ પ્રત્યે સભાન પ્રથાઓને એકીકૃત કરે છે. પ્રતિજ્ઞા “સાથે મળીને, આપણે આવનારી પેઢીઓ માટે ઊંડો તફાવત લાવી શકીએ છીએ.”
સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા
આજના ગ્લોબલ વોર્મિંગ મા વૃક્ષ એ મહત્વની ભુમિકા ભજવે છે મનુષ્ય સહિત જીવસૃષ્ટિ ના નાના મોટા જીવો માટે ઓક્સિજન એક માત્ર વૃક્ષો જ પુરું પાડે છે આજે દિન પ્રતિદિન ગરમી ના અસંખ્ય તાપ અને બફારા સામે વૃક્ષો છાયડો સમાન ઢાલ બને છે આજના ગ્લોબલ વોર્મિંગ ના સમયમાં દરેક મનુષ્યે પોતાના જન્મદિવસે એક વૃક્ષ અવસ્ય વાવવું જોઈએ સ્વચ્છ ધ્રાંગધ્રા હરિયાળુ ધ્રાંગધ્રા બનાવવાના સંકલ્પ સાથે ધ્રાંગધ્રા નગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી ધ્રાંગધ્રા શેહરી વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો તથા તળાવ, ગાર્ડન સહિત વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ સાથે પર્યાવરણની જાળવણી અને જાગૃતિ આવે તે માટે ઉપરાંત આજના મોર્ડન અને આધુનિક યુગમાં દેખાદેખી માં લોકો પોતાના જન્મદિવસે ખોટા ખર્ચાઓ ખરે છે પરંતુ આ ખર્ચાઓ કરવા કરતાં વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવા મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ તેવા ઉમદા ઉદ્દેશ સાથે ધ્રાંગધ્રા ના પત્રકાર તથા બ્લ્ડ ડોનેટ ગ્રુપના સલીમભાઇ ધાચીએ પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવી સાથે વૃક્ષારોપણ કરી સમાજ અને લોકોમા પર્યાવરણ જાગૃતિ અંગે સુંદર મેસેજ આપ્યો હતો.
સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે ખોરાક સાથે પર્યાવરણ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યારે શુદ્ધ હવા લેવા માટે આ માટેનુ સારૂ પર્યાવરણ હોવું પણ જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને પ્રતિવર્ષ પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે.
જીવનરક્ષક એવા 108 વિભાગ દ્વારા પર્યાવરણ રક્ષક બનીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સિવિલ સર્જન ડો. જિજ્ઞેશ પરમાર અને સામાજિક વનીકરણ કચેરીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં 108 વિભાગના કર્મચારીઓએ સાથે મળીને વેરાવળ ઉપરાંત 108ના કર્મચારીઓ દ્વારા સુત્રાપાડા, કોડિનાર સહિત તમામ તાલુકાના વિવિધ સ્થળોએ 14 જેટલી 108 એમ્બ્યુલન્સ લોકેશનના માધ્યમથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ‘વધારે વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો’ની અપીલ કરવામાં આવી હતી.
વિશ્ર્વ પર્યાવરણ દિવસે ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા એક વિશાલ રેલી કાઢવામાં આવી આ રેલીને ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ સવારે 8:30 કલાકે વન વિભાગની કચેરીથી પ્રસ્થાન કરાવેલ આ રેલીમાં શહેરીજનો તેમજ પર્યાવરણ પ્રેમીઓ વન વિભાગના કર્મચારીઓ વિદ્યાર્થીઓ પત્રકારઓ સહિતના જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગ પરથી નીકળી દલખાણીયા રોડ પર આવેલ કેસરી સદન ખાતે પહોંચેલ ત્યારબાદ ઉપસ્થિત વન વિભાગના અધિકારીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે તેમજ વૃક્ષો રોપણ માટે માર્ગદર્શન આપવામાં આવેલ. આ રેલીમાં ધારી ગીર પૂર્વના નાયબ સંરક્ષણ રાજદીપસિંહ ઝાલા, એસી એફ શૈલેષ ત્રિવેદી, સરસિયા રેંજના આર એફ ઓ જ્યોતિબેન વાજા દલખાણીયા રેન્જના આરએફઓ રફીક સીડા તેમજ વાઇલ્ડ લાઇફના મહાવીર બાપુ તેમજ વનવિભાગના કર્મચારીઓ સહિતના હાજર રહેલ. વનવિભાગ દ્વારા મામલતદાર કચેરીના મેદાન મા વૃક્ષારોપણ મહેમાનોના હસ્તે કરવામા આવેલ તેમજ કાર્યક્રમના અંતે સ્કૂલના વિધાર્થીઓને આંબરડી સફારી પાર્ક ખાતે સિંહ દર્શન કરાવેલ હતી.
અમરેલી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સંચાલિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, પ્રતાપપરા અમરેલી ખાતે 5 જુન વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સુરક્ષા અધિકારી આર.બી.ખેર તેમજ જીલ્લા બાળ સુરક્ષા અધિકારી વી.યુ.જોષી, વન વિભાગમાંથી ચૌહાણ સહિત સંસ્થાના સ્ટાફ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સૌએ સાથી મળી વૃક્ષ વાવી અને તેના જતનનો સંકલ્પ લીધો હતો.
નિર્મળ ગુજરાત 2.0 હેઠળ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ભાયાવદર નગરપાલિકા દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યું. જેમાં ભાયાવદર નગરપાલિકાના ચિફ ઓફિસર, નગરપાલિકાના તમામ કર્મચારીઓ તથા ગામના આગેવાનો દ્વારા વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી હતી.
સુત્રાપાડા જીએચસીએલ ફાઉન્ડેશન દ્વારા 5 જૂન વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વેરાવળ તાલુકાના કોડિદ્રા, ઈન્દ્રોઈ ગામ ખાતે ઉજવણી કરવામાં આવી જેમા 100 જેટલા સ્વ સહાય જૂથના બહેનોએ ભાગ લીધો. 300 જેટલા રોપાનું વિતરણ કર્યુ. 80 જેટલી શાકભાજીની કીટનુ વિતરણ કરવામાં આવ્યું. જેમાં જીએચસીએલ ફાઉન્ડેશનના ડેપ્યુટી મેનેજર રમેશભાઈ તથા આસિસ્ટન્ટ મેનેજર લખમણ ડોડીયા સાહેબ તેમજ તાલુકા પ્રમુખ રાશીભાઈ રાઠોડએ હાજરી આપી.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ના ભાગરૂપે વિભાગ હેઠળ ની વઢવાણ, મુળી, ચોટીલા, થાનગઢ ધ્રાગધ્રા તથા પાટડી રેંજ ના કાર્ય વિસ્તારમાં રે.ફો.ઓ,વનપાલ તથા વનરક્ષક ઓ દ્વારા કીટકો/પક્ષીઓ/વન્યપ્રાણીઓ ને ખોરાક/આશ્રય મળી રહે તેવા હેતુથી અલગ અલગ અંદાજિત 50 કરતા પણ વધારે સ્થળોએ લાગુ ખેડુત અથવા સરપંચ ની ભાગીદારીથી સ્થળ અનુરૂપ વડ, પીપળો, પીપળ, ઉંબરા, પીલુ તથા કટ ગુંદી ના કટીંગ/રોપા નું વાવેતર કરવામાં આવેલ.તથા તેની યોગ્ય જાળવણી, રક્ષણ અને સમયસર પાણી મળી રહે તે સુનિશ્વિત કરવામાં આવેલ હતી.